________________
બાળસાર્થવાહ કારામાં
રાણીના પદ પર આરૂઢ થઈ છતાં પણ પુત્રને મેળાપ હજી થયા ન હતા અને તેથી તે મહારાણી પદ પણ શકયની માફક શકિત હૃદયમાં સાલતું હતું.
-
-
--
પ્રકરણ ૩૭ મું.
બાળસાર્થવાહ કારાગૃહમાં
કરીયાણાના વહાણે ભરી બળસાર્થવાહ દેશાંતર ગયો હતો અને ત્યાં તેણે મલયસુંદરીને દ્રવ્ય લઈ કારૂનો કુળમાં વેચી દીધી હતી, તે સાર્થવાહ દેશાંતરથી પાછે ફરી ઘણી રિદ્ધિ સહિત સાગરતિલક બંદરે આવી પહોંચ્યો. કેમકે તે અહીં જ રહેવાશી હતે. માલના 'ભરેલાં વહાણે બંદર પર રાખી કેટલીક ઉત્તમ ચીજોનું “ભેટશું લઈ તે મહાબળ સિદ્ધરાજને મળવા માટે સભામાં આવ્ય, સાર્થવાહ ભટણું મૂકી રાજાને નમસ્કાર કરી ઉ રહ્યો.
આ અવસરે રાજસભામાં રાજાની પાસે જ મલયસુંદર બેઠેલી હતી, તેને જોતાં જ સાર્થવાહને ઘણે - ભય લાગ્યો, કેમ કે તેણે મલયસુંદરીની કદર્થના કરવામાં કઈ કચાશ રાખી ન હતી, ભયથી વ્યાકુળ થયેલ સાર્થવાહ કે ઈ કાર્યના મિષથી તત્કાળ સભામાંથી બહાર નીકળી ઘેર આવ્યે ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે