________________
છિન્મટેકના શિખર પર
સામંતાદિકે રાજાને આગ્રહ પૂર્વક જણાવ્યું કે સ્વામી ! આ સિદ્ધનું વચન અંગીકાર કરે અને તેની સ્ત્રી તેને પાછી સોંપે આવા સમર્થ પુરૂષને અન્યાય આપી પ્રકાપિત કરે તે કોઈ પણ રીતે રાજની સલામતી માટે નથી.
મલયસુંદરી પર અત્યંત આશક્તિવાળે કંદરાજા વિચાર કરવા લાગે કે આ સિદ્ધ શક્તિવાન છે, તેમજ મંત્ર તંત્રાદિકને પણ જાણકાર છે તેથી હું જે જે બહારનાં કાર્ય તેને બતાવું છું તે લીલા માત્રમાં સાધી આપે છે, તે મારા શરીરના સંબંધમાં કાંઈ દુષ્કર કાર્ય બતાવું કે જે કાર્ય તે સિદ્ધ નજ કરી શકે અને કાર્ય સિદ્ધ નહિ કરી શકે તે હું તેને તેની સ્ત્રી આપીશ નહિ, તેમ તે પણ કાર્ય સિદ્ધ નહિ થઈ શકવાથી મારી પાસે તે સ્ત્રીની માગણી કરી શકશે નહિ અને બીજે સ્થળે ચાલ્યા જશે. આમ કરવાથી લોકેમાં મારી નિંદા, થશે નહિ અને તે સ્ત્રી મારી પાસે રહેશે. - ' આ પ્રમાણે વિચાર કરી રાજાએ સિદ્ધને જણાવ્યું. સિદ્ધ, તું ચિંતા નહિ કર. હું તારી સ્ત્રી તેને પાછી આપીશ. તું બહુ સામર્થ્યવાળે છે, તને કાંઈ પણ કાર્ય અસાધ્ય નથી, માટે મારું ત્રીજુ કાર્ય પણ તું કરી આપ.