Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 450
________________ સતબળને વિલાપ ૪૨૯આવ્યું. આજુબાજુ તપાસ કરતાં મુનિ તેમના દેખવામાં ન આવ્યા. પણ જે ઠેકાણે તે મુનિ ઉભા હતા, તે સ્થળે એક રાખનો ઢગલે તેમના દેખવામાં આવ્યું અને તે. ઢગલામાં કોઈ મનુષ્ય ભસ્મીભૂત થયું હોય તેવી નિશાની. દેખાઈ. ઘણું બારિક તપાસ કરતાં જણાઈ આવ્યું કે તે. મુનિનું શરીર જ બળીને રાખ થયું હતું. આ દુઃખદાઈ વર્તમાન સમાચાર જાણતાં જ રાજા મૂછ ખાઈ જમીન પર પડી ગયે. કેટલીકવારે મૂછ શાંત થતાં કેપ કરી. રાજા બોલવા લાગ્યું કે, અરે ! ભવભ્રમણથી નિર્ભય. થયેલા અને નિષ્કારણ બૈરી સરખા કોણે આ મુનિને આ દુખદાઈ ઉપસર્ગ કર્યો ? આમ બોલવાની સાથે તે રાખના ઢગલા તરફ નજર કરતાં પિતૃવત્સલ રાજા ફરી પાછા મૂછવશ થઈ પડે મનોવૃત્તિને ઘણું શાંત કરવા માંડી પણ તે શાંત ન થઈ ત્યારે રાજા મુક્ત કંઠે વિલાપ કરવા સાથે પશ્ચાતાપ કરવા લાગે હા! હા ! હતાશ શતબળ ! તું કેટલે બધે નિર્ભાગી ? દુર્લભ પિતૃચરણ કમળને પામ્યા છતાં પણ પ્રમાદના કારણથી તત્કાળ આવી વંદન ન કરી શક્યો હે પૂજ્ય પિતા ! આપની કરૂણા પવિત્ર દૃષ્ટિ મારા ઉપર ન પડી. મેં મારા કર્ણપટદ્વારા આપના મુખથી ધર્મદેશના રૂપ અમૃતનું પાન ન કર્યું. એક રીર-દરિદ્ર મનુષ્યના મનરની માફક મારા હૃદયના મને વિલીન થયા. હે પૂજ્યગુરૂ ! આજેજ નિરાધાર થયે, આજેજ

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466