________________
૧૪૨
- મલયસુંદરી ચરિત્ર આ પ્રમાણે દેઢ પહોર દિવસ ચઢયે ત્યાં સુધી પૂજન વિધિ ચાલી, ત્યાર પછી મજબુત બાંધાના બળવાન પુરૂષોને સ્નાન કરાવી, કંઠમાં સુગંધી પુષ્પની માળા પહેરાવી. તેઓની પાસે સ્થંભ ઉપડાવી સર્વે નગરની તરફ ચાલ્યા
રાજા વીરધવળ પણ સર્વની સાથે પગે ચાલતો હતો સ્થંભ આગળ વિવિધ પ્રકારનાં નાટારંભ થઈ રહ્યા હતા. બંદીવ નો જય જય શબ્દ બોલી રહ્યા હતા. એમ આદરપર્વક તે સ્થંભ સ્વયંવર મંડપમાં લઈ આવ્યા. ત્યાં છ હાથની શિલા મંગાવી, તેને બે હાથ જમીનમાં દટાવી, તે શિલાને આધારે જ્ઞાનીના કહેવા મુજબ સ્થંભ ગોઠવવામાં આવ્યું. શિલાના પશ્ચિમ ભાગે વજસાર ધનુષ્યબાણ સહિત મૂકવામાં આવ્યું.
દક્ષિણ અને ઉત્તર વિભાગમાં રાજાઓનાં સિંહાસને ગેઠવ્યાં. ગાંધર્વોએ મધુર સ્વરે ગાયન શરૂ કર્યું. નર્ત કીઓએ તાલ, માન અને લયાનુસાર નૃત્ય શરૂ કર્યું. એ અવસરે ધનુષ્ય અને બાણનું પૂજન કરી, નિમિત્તીઆએ સર્વ રાજકુમારદિને મંડપમાં બોલાવવા માટે વિરવળ રાજાને જણાવ્યું.
રાજાએ સર્વ રાજકુમારદિને મંડપમાં પધારવા આમંત્રણ કર્યું. આમંત્રણ થતાંની સાથે જ તિપિતાના
ગ્ય પરિવારને સાથે લઈ રાજકુમારો મંડપમાં દાખલ થયા અને પોતાના દરજજાને લાયક સિંહાસન ઉપર બેઠકે ઉપર ગઠવવા લાગ્યા. મંડપમાં આવતા રાજકુમારા