________________ હા મહારાજ સાહેબ ! મારા આનંદની તો શું વાત કરું ? મારા પત્ની અને દીકરા પણ અત્યંત પ્રસન્ન થઈ ગયા છે.” સાત લાખ રૂપિયા ગુમાવ્યાનો અફસોસ ?" “લેશ પણ નહીં. મહારાજ સાહેબ ! આનંદ તો એ છે કે કોઈ હોટલમાં કે દીકરાના મોજશોખ પૂરા કરવામાં વેડફાવાના બદલે મારા આ સાત લાખ રૂપિયા કોઈકની પ્રસન્નતામાં નિમિત્ત બન્યા.” - એક વાત દિલમાં કોતરી રાખજો - તમને ગુસ્સો આવે છે તેમાં કારણ કાં તમારો સ્વભાવ છે, કાં તમારી બહારની પરિસ્થિતિ. જો તમારા સ્વભાવને કારણે જ ધૂળ જેવી બાબતમાં પણ તમને ગુસ્સો આવી જતો હોય તો તો સ્વભાવ બદલ્યા સિવાય છૂટકો નહીં. પરંતુ જો તમારી બહારની પરિસ્થિતિને કારણે જ ગુસ્સો આવતો હોય, જો સતત તમારી આસપાસનું વાતાવરણ તમને અપ્રસન્નતા આપતું હોય તો તમે બીજાને પ્રસન્નતા આપવાનું શરૂ કરી દો. પછી જુઓ - તમારા જીવનમાં પણ કેવા પ્રસન્નતાના ફુવારા ઉછળે છે. લાંબી મુસાફરી બસમાં હેમખેમ ખેડ્યા પછી જ્યારે બસમાંથી નીચે ઉતરો ત્યારે બસમાંથી નીચે ઉતરતા ઉતરતા ડ્રાયવરને ઉદ્દેશીને ‘દોસ્ત ! ખરેખર તે ગજબનું ડ્રાઈવીંગ કર્યું, ધન્યવાદ છે' - આવા મીઠા મધઝરતા પ્રશંસાના વેણ કેટલી વાર ઉચ્ચાર્યા ? શું જીવનમાં એક પણ વાર આવો પ્રસંગ બન્યો ખરો ? જુઓ, આમાં પૈસા આપવાની વાત નથી કરતો. કારણ કે, હું જાણું છું કે પૈસા આપવામાં તમને સૌથી વધુ તકલીફ પડવાની છે. આ તો ફક્ત પ્રશંસાના બે વેણ ઉચ્ચારવાની વાત છે. બાકી, જો તમને વિટામીન M' વેરતા આવડે તો કંઈ-કેટલાયને તમે પ્રસન્નતાની લહાણી કરી શકો છો. દેરાસરમાં પૂજારીને એક વાર દસ રૂપિયા આપી તો જુઓ. કેટલી પ્રસન્નતા તેના મુખ ઉપર છલકાતી જોવા મળશે. આંબેલ ખાતામાં, પાઠશાળામાં તમે જો ફક્ત 10-20-50 રૂપિયા આપી આપીને તેમના 28