________________ રેડ પાડવાની શરૂઆત કરી હતી. પોતાના ઘરે ઘણાં બ્લેકના રૂપિયા પડ્યા હતા. જો તે પકડાઈ જાય તો જેલમાં જવું પડે તેવી હાલત હતી. આવા સમયે પોતાનો વફાદાર મિત્ર તેને યાદ આવી ગયો. તેણે તરત જ આ મિત્રને ફોન કર્યો. અને વાત કરી કે “દોસ્ત! 50 લાખ જેટલી કેશ રકમ તારી પાસે મોકલાવું છું. એકાદ વર્ષ સુધી એને સાચવી લેજે. મારે અહીં રાખી શકાય તેમ નથી. પ્લીઝ ! હમણાં ના નહીં પાડતો. રૂપિયા રાખી લેજે. અત્યારે ઉતાવળમાં છું. પછી તને વિગતે વાત કરીશ.” આટલું કહી કલકત્તાના મિત્રે ફોન કટ કરી દીધો. જાણે પ્રભુએ જ મિત્રના રૂપે સહાય કરી. ચોક્કસ, પૈસા ભગવાન આપવા નથી આવ્યા, મિત્રએ જ આપ્યા છે. માટે તમારા મગજમાં શંકા થવાની કે આ તો મિત્રએ સહાય કરી કહેવાય. ભગવાન ક્યાં વચ્ચે આવ્યા? પણ પરિસ્થિતિનું જો યોગ્ય મૂલ્યાંકન કરશો તો સમજાઈ જશે. કે આની પાછળ ચોક્કસ પ્રભુભક્તિ જ ગોઠવાઈ છે. કારણ કે, મિત્રને ફોન કરવાનો વિચાર જ થોડો મોડો આવ્યો હોત તો ? થોડોક જ સમય ફેર થઈ ગયો હોત તો ? આ જ સમયે મિત્રને ત્યાં પણ તકલીફ આવી અને રકમ પાછી 50 લાખ જેટલી જ નીકળી... આ બધી પરિસ્થિતિને યોગાનુયોગ ન કહી શકાય. પણ, પ્રભુભક્તિનો પરચો જ માનવો પડે. એમણે પ્રભુનો પાડ માન્યો. થયું પણ એવું કે 50 લાખમાંથી લેણદારોને રૂપિયા ચૂકવાઈ ગયા. બચેલા થોડા રૂપિયામાંથી ધંધો પાછો પૂરજોશમાં શરૂ કર્યો. અને થોડા મહિનામાં પોતાના રૂપિયા દબાવનાર ત્રણે ય પાર્ટી તરફથી 49 લાખ રૂપિયાની રકમ પાછી પણ આવી ગઈ. જાણે મઝધારમાં ડૂબતી નૈયાને કોઈ અદશ્ય શક્તિએ આવી, બચાવી પૂરપાટ વેગે દોડતી કરી દીધી. અહીં કારણ એટલું જ કે આપત્તિના સમયે સગાવહાલા-સંપત્તિ કે શરીરનું શરણું લેવાના બદલે તેમણે પ્રભુનું શરણું લીધું. પ્રભુના શરણે આવનારને સદા અભયે જ મળે છે. કારણ કે પ્રભુ અભયના દાતા છે. - ટૂંકમાં, ફીશ પોલિસી એટલું જ કહેવા માંગે છે - “હે માનવ ! 112