________________ જાળવવામાં, તેને કરવામાં જ હું મારું શ્રેય સમજું છું ?" આવી વિચારધારા અપનાવવા દ્વારા આત્મા ઉપર પ્રેમ પ્રગટાવો. દલીલ - આત્મા ઉપર પ્રેમ નથી? - એવું કેવી રીતે સાબિત થાય ? નિરાકરણ :- જે દાંત પડી ગયો હોય, તે દાંતની ખાલી જગ્યામાં દિવસ દરમ્યાન જીભ કેટલી વાર જાય ? મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યાં જીભ અને જીવ કેટલી વાર જાય ? માથું દુઃખતું હોય ત્યારે જીવ ક્યાં હોય ? શરીરની બિસ્માર અને બિમાર હાલતમાં શરીર વારે વારે યાદ આવે છે, શરીરની કાળજી લેવાય છે. કારણ કે શરીર ઉપર અઢળક પ્રેમ છે. ક્રોધના ચાંદા જેના ઉપર ઊઠી આવ્યા છે, કષાયોની આગમાં સળગવાને કારણે ભયંકર દાહવર જેનામાં પેદા થઈ ચૂક્યો છે, અરે ! કર્મના કેંસર જેવા ભયાનક રોગો જેમાં ડેરા-તંબૂ તાણી ઘર કરી ગયા છે, આવી ભયાનક હાલતમાં રહેલો આત્મા કેટલો યાદ આવે? અરે ! શરીર સાજું હોય છતાં શરીરને અનેક વાર યાદ કરો છો. પણ બિમાર હાલતવાળો આત્મા કેટલો અને કેટલી વાર યાદ આવે? શરીર ગમે છે. માટે શરીરનું સતત ધ્યાન રાખો છો. શરીરને ઉનાળામાં ત્રણ વાર નવડાવવાનું પણ યાદ આવે છે, કિંતુ ક્રોધથી જખમી થયેલા આત્માની કાળજી લેવાનું કેટલું યાદ આવે ? ફરીથી આત્મા ઉપર ક્રોધનો જખમ ન થાય - તે જાળવવાની તસ્દી, તેની તકેદારી પણ કેટલી ? એટલું તો સ્વીકારો જ છો ને કે ક્રોધ વગેરે દ્વારા આત્મા ઉપર કારી ઘા પડે છે ? તો પછી શા માટે આત્મા પ્રત્યે સદંતર ઉપેક્ષા સેવવામાં આવે છે ? જે ભાવ અને લાગણી શરીર પ્રત્યે છે તેના દસમા ભાગના ભાવ અને લાગણી પણ આત્મા પ્રત્યે ખરા ? શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો ફરમાવી રહ્યા છે કે આ શરીર વગેરે તો રાખના પડીકા છે. આત્મા જ ડાયમંડ પેકેટ જેવો છે. માટે, આત્માને સાચવશો તો કંઈક માલ હાથમાં આવશે. શરીર વગેરેને સાચવવામાં તો માત્રને માત્ર રાખ જ મળવાની છે. હવે એટલું તો નક્કી જ ને