________________ કે “દરેક વખતે અમારે અમારી જ ઈચ્છાનું શા માટે બલિદાન આપવાનું? સામેવાળાએ પણ ક્યારેક પોતાની વાતને જતી કરવી જોઈએ ને ?' પણ, આ પ્રશ્નને સહેજ અંતરથી તપાસશો તો ખ્યાલ આવશે કે આ કેટલો બધો ક્ષુલ્લક પ્રશ્ન છે ? રસ્તામાં તમે ગાડી હંકારતા હો અને તમારી સામે ખટારો આવતો હોય, ત્યારે તમે એમ વિચારશો કે - “ખટારો ખસે, હું શા માટે સાઈડમાં ખરું ?' કે પછી તમારી ગાડીને તમે અકસ્માત ન થાય તે રીતે ખસેડી દેશો ? તો પછી જ્યારે કોઈ ઘરની વ્યક્તિ પોતાની જીદ છોડવા તૈયાર નથી, ત્યારે તમે શા માટે જીદે ચડી હાથે કરી અકસ્માત વહોરી લો છો ? શાંતિથી સાઈડમાં ખસી જાઓ ! આવા સમયે આ ટ્રાફિક પોલિસી અપનાવી ગુસ્સાને તિલાંજલિ આપવામાં જ આત્માના પ્રાણ સલામત રહે તેવી શક્યતા છે. શાક કયું બનાવવું ? ઘરમાં ગાડી કયા મોડેલની લાવવી ? મોબાઈલ કેવા પ્રકારના વસાવવા ? ફર્નીચર કેવા પ્રકારનું બનાવવું? - આ બધું કદાચ તમારા અધિકારમાં નહીં હોય, ઘરના બીજા સભ્યોના મતો તમારી વિરુદ્ધમાં હોઈ શકે છે. પણ, આ દરેક સમયે કોઈ પણ સાથે અથડામણ ન થઈ જાય તે રીતે જીવનની ગાડીને ચલાવવાનો તમારો અધિકાર તો અબાધિત જ છે. તો પછી શા માટે તેનો જ ઉપયોગ નથી કરતા ? વધુ જીવવાનો કોઈ મતલબ નથી પણ, અથડામણ વિના કેટલું જીવ્યા ? તે કામનું છે. કાંટાની જીંદગી ભલે લાંબી હોય પણ તે પ્રશંસાપાત્ર નથી. કિંતુ ગુલાબની ટૂંકી પણ જીંદગી પ્રશંસાપાત્ર બની રહે છે. જીંદગીમાં જેટલી અથડામણ વધુ તેટલી જીંદગી કાંટા જેવી અને જીંદગીમાં જેટલી અથડામણ ટાળો તેટલી જીંદગી ગુલાબ જેવી. ગુલાબ જેવી જીંદગીનું જ મહત્ત્વ છે-- યહ મત પૂછો હમને કિતના જીયા? પૂછો તો યહી જીવન કૈસા જયા?” રોજીંદો સંઘર્ષ મોટે ભાગે ઘરના નજીકના સભ્યો સાથે જ થતો હોય છે. તેમાં પણ મોટે ભાગે અક્કડતાને કારણે જ. જ્યારે જ્યારે 228