________________ પરિવાર ? આ બધું ક્રોધના પ્રતાપે જ થયું છે. ક્રોધના પ્રતાપે જ સ્નેહના તંતુ તૂટી જાય છે. માટે આવા ક્રોધને આત્મનિકાલ ફરમાવી દેવા જેવો છે. ટૂંકમાં, આ પોલિસી એટલું જ કહે છે - પાપનો પાપ તરીકે સ્વીકાર પણ જો કરી શક્યા, તેના પ્રત્યે ધિક્કાર પણ પેદા કરી શક્યા તો તે પાપ અંદરથી ખોખલું થઈ જશે. માટે, ગુસ્સો આવે ત્યારે “આ મારી ખામી છે આવી જો તાત્ત્વિક સમજણ પ્રગટે તો 50% જેટલો ફરક તો અવશ્ય પડે જ.” આ પોલિસીના આ સંદેશાને અપનાવી જલ્દીથી ક્રોધવિજયમાં સફળતા મળે તેવી પ્રાર્થના. ક્રોધ ન કરવાથી જે નુકસાન સંભવે છે તેનાથી વધુ નુકસાન ક્રોધ કરવાથી જ થઈ જાય છે!!! - માકર્સ એન્ટોનીયસ ક્રોધ કોઈ પણ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં. - થોમસ એસ. મોન્સન 381