________________ વાંકું ચાલે કે તમારું મગજ પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. જો ખ્યાલમાં હોય કે આ બધું કર્મસત્તાની માલિકીનું છે. મારી આ બધાં ઉપર લેશ પણ માલિકી નથી. તો પછી દુઃખી થવાનો પ્રશ્ન જ નથી આવતો. માલિક તો તમે છો જ નહીં. પણ, માલિકીનો દાવો રાખીને બેઠા છો. માટે દુઃખી થયે રાખો છો. ભૂકંપ આવે ત્યારે મોટા શહેરો અને ગામડાં ધરાશાયી થઈ જાય. એ વખતે દુઃખી કોણ ? - બંગલામાં રહેનારો શ્રીમંત કે જેણે પોતાનો કરોડો રૂપિયાનો બંગલો ગુમાવી દીધો કે ગરીબ માણસ કે જે ફૂટપાથ ઉપર હતો અને ત્યાંની ત્યાં રહ્યો ? સ્પષ્ટ છે કે શ્રીમંત જ વધુ દુઃખી હોય. કારણ કે એને પોતાનું માનેલું ઘણું ગુમાવવાનું આવ્યું છે. ભિખારી તો દુઃખી થાય તેવી કોઈ શક્યતા નથી. કારણ કે એને પોતાનું કશું ગુમાવવાનું આવ્યું નથી. A - સંદેશ સ્પષ્ટ છે - જો તમારી જાતને માલિક માનીને ચાલતા હશો તો દુઃખ થશે. મુનીમ તરીકે જાતને જુઓ તો સુખનો કોઈ પાર નહીં રહે. આ શરીર વગેરેમાંથી કશું પણ તમારા હાથમાં નથી. ગમે ત્યારે શરીરમાં માથું દુઃખવા લાગી શકે છે, પગ દુઃખવા લાગી શકે છે, કમર દુઃખવા લાગી શકે છે... કશું જ તમારી ધારણા મુજબ, ઈચ્છા મુજબ આ શરીરમાં થતું નથી. બધો દોર કર્મસત્તાના હાથમાં જ છે. મતલબ સાફ છે કે આપણા શરીરના પણ આપણે માલિક નથી. માલિક હોઈએ તો અનંત જ્ઞાનના, દર્શનના, ચારિત્રના ! પણ, આ બધાં તો કર્મસત્તાએ દબાવી રાખ્યા છે. માટે, અત્યારે તમારી હાલત તો ભિખારી જેવી જ છે. ન તો તમારા પોતાના અનંતજ્ઞાન વગેરે તમારી પાસે પ્રગટરૂપે છે, ન તો તમારા પોતાના તરીકે તમે જેને ગણી રહ્યા છો તે શરીર વગેરે તમારા કહ્યામાં છે. આવા સમયે સુખી થવાનો રસ્તો એટલો જ છે કે આ બધાં ઉપરથી માલિકીનો દાવો લઈ લેવો, દાવો પાછો ખેંચી લેવો. જો માલિકીનો દાવો રાખ્યો હશે તો એકાદ વસ્તુ જશે, એકાદ વસ્તુ આડી ફાટશે ત્યારે સમાધિ રાખવી અઘરી અને કપરી થઈ જશે. જો અત્યારથી જ મનને ભાવિત કરી રાખ્યું હશે કે - આમાંથી કશું પણ તારી માલિકીનું નથી - તો પછી જ્યારે હકીકતે તેવો કોઈક 220