________________ કરતા ગયા, તેને પણ પશ્ચાત્તાપ પ્રગટ્યો અને સમ્યકત્વ પણ પ્રાપ્ત કર્યું. પણ તેના મૂળમાં પાર્શ્વનાથ પરમાત્માની સમતા હતી અને તેના પણ મૂળમાં “જે થાય તે સારા માટે !" આવી જ કોઈક ભાવના હતી. ખુદ તમારી જાતને જ એક પ્રશ્ન પૂછો - જીવનમાં જ્યારે જ્યારે પણ તકલીફ આવે ત્યારે તકલીફ આવે છે તેમ દેખાય કે કર્મનિર્જરા આવે છે' - તેવું દેખાય ? દંપતીને ધર્મ પામ્યાને હજુ બે જ વર્ષ થયા હતા. પણ જ્યારથી ધર્મ સમજ્યા અને સ્વીકાર્યો ત્યારથી જ જાણે કે તેમની પનોતી બેઠી હોય તેવું દેખાતું હતું. તે દમ્પતીએ ખૂબ જ ભાવોલ્લાસ સાથે ધર્મ સ્વીકાર્યો હતો. નિખાલસ હૃદયથી તેનું પાલન પણ કરી રહ્યા હતા. પણ, બે વર્ષમાં તો દુકાનમાં, ઘરમાં, શરીરમાં, પરિવારમાં સર્વત્ર આપત્તિઓનો વરસાદ વરસ્યો હોય તેવું લાગતું હતું. પત્ની આટલી આપત્તિઓ જોઈ હિંમત હારી રહી હતી. ધર્મ પ્રત્યે થોડી શંકા પ્રગટી હતી. પતિની નજરમાં આ વાત પકડાઈ ગઈ. એક દિવસ પતિએ સામે ચાલીને જ વાત ઉપાડી - “લાગે છે કે આપણે કેવલજ્ઞાન નજીકમાં આવી રહ્યું છે.” આ સાંભળતા જ પત્નીને તો ગુસ્સો જ ચડ્યો - કેવલજ્ઞાન તો મળતા મળશે. પણ, અત્યારે તો નરક જેવું જ દેખાય છે.” “એટલે જ તો કહું છું કે કેવલજ્ઞાન નજીકમાં છે' - પતિએ કીધું. પત્ની પણ ધાર્મિક મનોવૃત્તિવાળી જ હતી. પણ, હમણાં હમણાં વરસેલી આપત્તિઓએ તેની શ્રદ્ધામાં જરા તરા ગાબડું પાડી દીધું હતું. થોડી વિવલતા, આકુળતા પ્રવેશી રહી હતી. પતિએ આપેલા શાંત ઉત્તરોએ એની આકુળતાને દૂર કરી. એણે જિજ્ઞાસા ભાવે પૂછ્યું - પણ, કેવી રીતે ? તમે કયા આધારે કહો છો કે કેવલજ્ઞાન આપણી નજીક આવી રહ્યું છે ?' પતિએ કહ્યું - “અલી ગાંડી ! કલ્પસૂત્રમાં તો આપણે સાંભળીએ છીએ કે પ્રભુ મહાવીર મહારાજા 30 વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ત્યાં સુધી એમને કોઈ તકલીફ ન હતી. કારણ કે ગૃહસ્થાવસ્થામાં કેવલજ્ઞાનની કોઈ શક્યતા ન હતી. પણ, જેવી પરમાત્માની દીક્ષા થઈ 295