________________ નાંખવાની હદ સુધી પહોંચી ચૂક્યો છે. છતાં “સસરાજી મોક્ષે જવાની પાઘડી બાંધે છે' - આવા ભાવથી ગજસુકુમાલ મહામુનિ ક્ષમારૂપી પુષ્પથી જ તેનો જવાબ વાળે છે. પરિણામે મોક્ષ હાથવેંતમાં આવી ગયો. ધસમસતી આવતી ટ્રકે ટક્કર મારી અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ત્રિલોચન સૂરિ મહારાજ રોડથી લગભગ 30 ફૂટ દૂર ફેંકાઈ ગયા. હાલત બહુ ભયંકર થઈ ચૂકી છે. વેદના પારાવાર છે. એકલા પગમાં જ 15 જેટલા ફ્રેક્ટર થઈ ચૂક્યા છે. પડતાની સાથે જ આચાર્ય મહારાજ કોમામાં ચાલ્યા ગયા. ટ્રીટમેન્ટ તાત્કાલિક શરૂ થઈ. ઘણા પ્રયત્ન બાદ જ્યારે આચાર્ય મહારાજ ભાનમાં આવ્યા ત્યારે સૌથી પહેલા શબ્દો, સૌથી ન્યારા શબ્દો આ હતા - “ટ્રક ડ્રાઈવરને છોડી મૂકજો !" કેવો પરાકાષ્ઠાનો ક્ષમાનો ભાવ ઘૂંટ્યો હશે ! પોતાની પારાવાર વેદનાની ચિંતા કરવાને બદલે “મારા ભક્ત શ્રાવકો ટ્રક ડ્રાઈવરને પરેશાન ન કરી મૂકે - આની ચિંતા આચાર્ય મહારાજને સતાવી રહી છે. પોતાને પારાવાર વેદના પહોંચાડનાર ટ્રક ડ્રાઈવર ઉપર ગુસ્સો કરવાની તો કોઈ વાત જ નથી. પણ, તેને નુકસાન ન થઈ જાય તેની પૂરેપૂરી તકેદારી છે. સકલ શ્રીસંઘ આચાર્ય ભગવંતની આ અવધકોટિની ક્ષમાને જોઈ આફ્રીન પોકારી ગયો. સંયમજીવનની સાચી સાર્થકતા પણ આવા પ્રકારના ઉચ્ચકક્ષાના ક્ષમાભાવમાં જ રહેલી છે. આને કહેવાય, ‘પોલાદનો જવાબ પુષ્પથી !" પોતાનું અપમાન થઈ જાય ત્યારે હસતા રહી તે બનાવને રોજબરોજનો સામાન્ય ગણી ગુસ્સાને છોડવાનું પણ જ્યારે અઘરું છે, ત્યારે શારીરિક આટલી ભયાનક વેદના આપનાર પ્રત્યે પણ, લેશ પણ, અસદ્ભાવ કરવાની તૈયારી આચાર્ય ભગવંતની નથી. પોતાના પગના ચપ્પલ ચોરનાર પ્રત્યે પણ ક્ષમા રાખવાની ધીરજ અને હામ આજના માનવીએ ગુમાવી દીધી છે. જ્યારે આ આચાર્ય મહારાજ પોતાના આખે આખા પગને ભારે ઈજાગ્રસ્ત કરનાર પ્રત્યે પણ કરુણા ભાવના ભાવી રહ્યા છે. તેનું પણ શુભ અને કલ્યાણ વાંછી રહ્યા છે ! આટલું વાંચ્યા પછી કમ સે કમ એટલું તો નક્કી કરવું જ રહ્યું કે હવે ચપ્પલ જેવી તુચ્છ વસ્તુ ચોરનાર પ્રત્યે તો ગુસ્સો 145