________________ વૈરની પરંપરા લાંબી ચાલે છે તેના મૂળમાં આ જ બાબત લગભગ હોય છે. એક વાર કોઈક નબળો વ્યવહાર આપણી સાથે કોઈકે કર્યો એટલે બીજી વાર કદાચ સામેવાળાને મનમાં તેવી કોઈ ધારણા કે આશય ન હોય છતાં આપણે જૂના વ્યવહારને યાદ રાખી એવો રૂક્ષ વ્યવહાર કરીએ કે સામેવાળાને પણ જૂનો પ્રસંગ યાદ આવ્યા વિના ન રહે. છેલ્લે તેને પણ ગુસ્સો ચઢે છે. મતલબ, પ્રથમ મુલાકાતના વાંકે બીજી મુલાકાત પણ બગડે છે. અને આ પરંપરા આગળ વધતી જ જાય, મન વધુ ને વધુ ક્રોધમાં ડૂબતું જ જાય. વેરની પરંપરા સર્જાતી જાય. લંબાતી જાય. અને એના કટુરિપાકો ભોગવવાના આવે ત્યારે આંખે અંધારા આવી જાય છે. માટે, વેરની પરંપરા અટકાવવા માટે આ પોલિસી અત્યંત કારગત છે. જો બીજી મુલાકાત વખતે, જીંદગીની પહેલી જ મુલાકાત હોય તેમ, પૂર્વગ્રહમુક્ત બની હસી-ખીલીને પ્રસન્નતાપૂર્વક વાત કરી હોત તો બીજી મુલાકાત સુધરી જાત. સામેવાળી વ્યક્તિને પણ કદાચ આપણા વ્યવહારથી પોતાના પ્રથમ મુલાકાત વખતના દુર્વ્યવહાર ઉપર શરમ ઉપજે. તેને પણ પોતાની ભૂલ સુધારવાની તક મળે. જો બીજી મુલાકાત પહેલી મુલાકાતની અસર નીચે જ યોજવામાં આવે તો સામેવાળાને પણ ગુસ્સો ચઢશે, પોતાની ભૂલ દેખાય કે તેના ઉપર પશ્ચાત્તાપ જાગે તેવી કોઈ શક્યતા નહીં રહે. તથા સામેવાળી વ્યક્તિએ 6 મહિના પહેલાં દુર્વ્યવહાર કર્યો હોય ત્યારના સંયોગ, ત્યારની પરિસ્થિતિ, ત્યારના એના અને તમારા કર્મ, ત્યારનો સમય, બધું જ અત્યારે પલટાઈ ચૂક્યું હોય છે. એ વ્યક્તિના પોતાના મનના સમીકરણો, ગણિત વગેરે બધું બદલાઈ ચૂક્યું હોય છે. તો પછી શા માટે એની સાથે પૂર્વેના વ્યવહારોના આધારે જ વર્તાવ કરવો ? ધારો કે કોઈક વ્યક્તિનો અંતિમ સમય ચાલી રહ્યો છે. અંતિમ સમયે મળવા આવનારી વ્યક્તિ સાથે શું કોઈ ધર્માત્મા બગાડે ? એના જૂના વ્યવહારને યાદ કરી નબળો વર્તાવ કરે ? કે બધું ભૂલી જઈ તેની સાથે ક્ષમાપના જ કરી લે. હળવોલ બનીને વાત કરે ને ! 135