________________ મને રોટી, કપડાં અને મકાન પૂરા પાડનારા મારા માલિકની આ નાનકડી ભૂલને માફ કરી દેજે !" જન્મ જૈન ન હોવા છતાં કેવી ઉપશમભાવની અજબ પરિણતિ! જો આ મુસ્લિમબાઈ આ રીતે ભયંકર કક્ષાના નબળા વ્યવહારને ભૂલી શકતી હોય તો શું તમે કોઈના નબળા વ્યવહારને ભૂલી ન શકો ? તમને જે નબળા વ્યવહાર સહેવાના આવે છે તે તો આની સામે સાવ મામૂલી છે. તો શું એને પણ દલાલી ખાતે ન કાઢી શકો ? ક્ષમા ન આપી શકો ? ઊલટું આવા નબળા પ્રસંગોએ તો હરખાવું જોઈએ કે - “વાહ ! ક્ષમાની કમાણી કરવાની અણમોલ તક હાથ લાગી ગઈ, લોટરી લાગી ગઈ. હવે એને વેડફે એ બીજા, હું નહીં !" પ્રભુ પાસે આપણા પાપોદયની ફરિયાદ ન હોય, તે બદલ પ્રભુને ધન્યવાદ આપવા ઘટે ! એક સમજવા જેવી વાત છે. જેને મીઠા શબ્દો બોલતા આવડે તેને ડાયાબીટીસ થાય નહીં. મનમાં રહેલી, જીભમાં રહેલી મીઠા શબ્દો વિચારવાની/બોલવાની શક્તિ વપરાય નહીં, પછી ડાયાબીટીસ થાય નહીં તો થાય શું ? જે કાયમ કડવા જ શબ્દો બોલે રાખતો હોય તેની જીભની અને મનની મીઠાશ તો અકબંધ જ પડી રહેવાની ! જીભની બધી મીઠાશ ઉતરી ગઈ લોહીમાં. પરિણામ - ડાયાબીટીસ ! એક પ્રયત્ન કરી જોવા જેવો છે - મધ ઝરતા મીઠા શબ્દો બોલો, ડાયાબીટીસ કાબૂમાં આવી જશે ! ગુસ્સો કરવો શરીર માટે ય નુકસાનકારી છે. સો વાતની એક વાત, દલાલી પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - સામેવાળી વ્યક્તિના ર૫ વ્યવહાર સારા હોય ત્યારે સામે 5 નબળા વ્યવહારોને દલાલી ખાતે રાખતા શીખો. સંબંધોમાં પેદા થતી કડવાશ અટકી જશે, કૃતજ્ઞતા કેળવાશે. ક્રોધ ઉપરનો કાબૂ તો મળશે જ.” દલાલી પોલિસીના આ સંદેશાને આત્મસાત્ કરવા દ્વારા ક્રોધથી શીઘ મુક્તિ પ્રાપ્ત કરો તે જ ભાવના. 215