________________ વધારે રસ દેખાતો હતો. આખરે માનવીનું મન અભાવમાં જ જતું હોય છે ને ! જ્યારે દાંત હતો ત્યારે તેની મુલાકાત ન લેનારી જીભ જેવો દાંત પડશે કે દિવસમાં વારેવારે એ પડેલા દાંતવાળી જગ્યાની મુલાકાત લેશે. પરંતુ હાજર હોય ત્યાં સુધી કશી કિંમત નહીં. ગયા પછી પશ્ચાત્તાપનો પાર નહીં. આ શિષ્ય પણ આ બાબતથી બાકાત ન હતો. છેલ્લા બે ગામના લોકોએ કરેલા અતિથિસત્કારની જે નોંધ તેના મગજે લીધી તેના કરતાં કંઈ ગણી ઘેરી નોંધ પહેલા ગામમાં થયેલા અપમાનની લીધી હતી. શિષ્યની આ નબળી કડીને પિછાણતા ગુરુમહારાજે તે નબળી કડી દૂર કરવા અદ્ભુત નુસખો અજમાવ્યો. શિષ્યને પ્રશ્ન કર્યો - “વત્સ ! છેલ્લા ગામમાં આપણને લોકોએ મીઠાઈ વપરાવવા ગજબ આગ્રહ કર્યો. પણ ગઈકાલનું પેટ ભરેલું હોવાથી આપણે મીઠાઈ ન લીધી. તો એ મીઠાઈ ક્યાં રહી ?' કેમ ગુરુદેવ ! આમાં શું પૂછવાનું? આપણે મીઠાઈ ન લીધી તો તે મીઠાઈ તેમની પાસે જ રહે ને !" “વત્સ તો પછી પહેલા ગામની ગાળ તેં તારા મગજમાં કેમ લઈ લીધી ? જો તે ગાળને તે લીધી જ ન હોત તો તે ક્યાં રહેત? તે લોકો પાસે જ ને !" શિષ્ય સ્તબ્ધ થઈ ગયો. આપણને ગુસ્સો આવે છે તેની પાછળ મૂળ કારણ સામેવાળો આપણા ઉપર ગુસ્સો કરે છે, તે નથી. પરંતુ આપણે સામેવાળાએ કરેલા અપમાનને ખરીદી = સ્વીકારી લઈએ છીએ. માટે આપણને ગુસ્સો આવે છે. જો સામેવાળા માણસે કરેલા અપમાનને આપણે ખરીદીએ = સ્વીકારીએ જ નહીં, મતલબ કે તેની કોઈ અસર જ મગજ ઉપર ન લઈએ તો ગુસ્સો આવે તેવી કોઈ શક્યતા નથી. ભાવજગતમાં જે વસ્તુની ખરીદી = સ્વીકાર કરીએ તે જ વસ્તુ આપણી ઉપર અસર કરે. મતલબ કે જો સામેવાળાએ કરેલા અપમાનની ખરીદી = સ્વીકાર આપણે કરીએ તો જ ક્રોધ આપણામાં પ્રગટી શકે. 203