________________ તે માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનસિક સંતુલન જાળવવું રહ્યું. અને આ માટે જ તો આ ઈકો પોલિસી છે. જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે જો ગુસ્સો કરી બેઠા તો કેસ તમે કર્મસત્તાને સોંપી દો છો, જે સજા કર્યા વિના રહેવાની નથી. જો વાચિક સમતા પણ જાળવી શક્યા તો કેસ ધર્મસત્તાને સોંપો છો, જે સજાને હળવી બનાવે છે. અને જો ઊંડાણથી પ્રભુભક્તિને સ્વીકારો તો કેસ પ્રભુસત્તા પાસે જાય કે જે સજાને માફ કર્યા વિના રહેતી નથી. જગતમાં ત્રણ મહાસત્તાઓ છે. ત્રણેય ક્રમશઃ ચડિયાતી છે. પહેલી છે - કર્મસત્તા, બીજી છે - ધર્મસત્તા, ત્રીજી છે - પ્રભુસત્તા. કર્મસત્તા ન્યાયી છે. એ ભૂલ થાય તો સજા કર્યા વિના રહે નહીં. અને જો ભૂલ ન હોય તો સજા કરવાની ભૂલ એ કદાપિ કરતી નથી. બીજી ધર્મસત્તા સજામાં ધરખમ ઘટાડો લાવી દે છે. શૂળીની સજા સોયથી પતાવી દે છે. થોડી તે દયાળુ છે. અને ત્રીજી પ્રભુસત્તા તો પરમ કૃપાળુ છે. સજા માફ કરવાનું તેનું કાર્ય છે. પ્રભુની શરણાગતિ સ્વીકારનારને સર્વ સજાથી મુક્તિ મળે છે, તે નિર્વિવાદ છે. માટે વિકટ પરિસ્થિતિ વખતે કે જ્યારે આખું જગત અશરણ લાગે, સ્વજનો પણ પીઠ ફેરવી જાય ત્યારે પરમાત્મા જ શરણ બને. આ પ્રતાપ છે, પ્રભુસત્તાનો. મૂળ વાત એટલી જ છે કે ઊભી થતી ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં આસપાસની કોઈ વ્યક્તિ જવાબદાર નથી. પણ તે વિકટ પરિસ્થિતિ માત્રને માત્ર પૂર્વે કરેલા કર્મોના પડઘા રૂપ જ છે. માટે, કોઈ પણ વ્યક્તિને તે-તે પરિસ્થિતિ પ્રત્યે જવાબદાર ઠેરવી તેના ઉપર ગુસ્સો કરવો તે નરી મૂર્ખતા જ છે, બીજું કશું નહીં. ઈકોનો આ સિદ્ધાંત અટલ છે, સર્વવ્યાપી છે. તેને કોઈ પડકારી શક્યું નથી. જો તમે સારા શબ્દો બોલો તો પડઘામાં શબ્દો સારા જ સાંભળવા મળે અને શબ્દો જો મોઢામાંથી ખરાબ કાઢો તો પડઘા રૂપે સંભળાતા શબ્દો ખરાબ જ હોવાના. તેવી જ રીતે જો સારો વ્યવહાર કરવામાં આવે તો પડઘા રૂપે, તેના પ્રતિસાદ રૂપે સારો વ્યવહાર જ મળે. પણ, જો ખુદ સ્વયં જ ખરાબ વ્યવહાર કરેલ હોય તો તેના 121