________________ પ્રશ્ન :- મીઠું મીઠું બોલતા તો ઘણાને આવડતું હોય છે. પણ એની પાછળ ખરાબ આશય હોય તો ? મુખમેં રામ બગલમેં છૂરી જેવું હોય તો ? ઉત્તર :- જો બધા માટે એ સારા શબ્દો જ કાઢતો હોય, સ્વાર્થ ન હોય ત્યાં પણ એના મુખમાંથી સારા શબ્દો જ નીકળતા હોય તો માનવું કે તેનું મન પ્રસન્ન છે. સ્વાર્થ માટે તો મીઠું મીઠું બધાં બોલી જાણે. અહીં દરેક વ્યક્તિની પાસે મીઠું-મીઠું બોલવાની વાત છે. એક વાત સમજવા જેવી છે - પાપ હંમેશા પહેલાં મનમાં આવે, પછી તે વચનમાં આવે અને પછી તે કાયામાં આવે. જો મનમાં પ્રગટેલા પાપને વચન અને કાયાનું બળ આપવામાં ન આવે તો તે મનમાં ને મનમાં જ શમી જશે. ધીરે ધીરે તે મનમાં પણ ઉઠતા બંધ થઈ જશે. જ્યારે ધર્મ પ્રાયઃ ઊંધા ક્રમમાં પ્રવેશતો હોય છે. સૌ પહેલાં ધર્મતત્ત્વ કાયામાં આવે. પછી તે વચનમાં આવે અને ત્યાર બાદ મનમાં આવે. માટે, કદાચ મનની ઈચ્છા ન હોય છતાં પણ જો કાયામાં અને વચનમાં ધર્મને સ્થાન આપશો તો આખરે ધર્મતત્ત્વ મનમાં પ્રવેશ કરીને જ રહેશે. એટલે કદાચ મનમાં બગાડો હશે, છતાં બહારથી પણ તમામ સાથે, તમામ સ્થળે, તમામ સંયોગોમાં જો સારા જ શબ્દો બોલશો તો આજે નહીં તો કાલે કો'ક ને કો'ક દિવસ ધર્મ મનમાં પણ પ્રવેશ પામી શકશે. પહેલાં સારા વચનો તો બોલો પછી મન પણ સુધરશે. કિંતુ 22 ખસજ હશે તો સર કુકરે તો કોઈ શક્યતા છે. તેમજ ક્રોધ ઉપર કાબૂ મળે તેવી પણ કોઈ શક્યતા નથી. એક વાત મગજમાં કોતરી રાખવા જેવી છે - “જો ક્રોધ કાબૂમાં તો તમે સદા આબુમાં !!" જો ક્રોધ મગજમાં પેદા જ થતો નહીં હોય તો અવશ્ય સદા માટે પ્રસન્નતા અનુભવાશે. દીકરો કાબૂમાં ન હોય, પત્ની કાબૂમાં ન હોય, પરિવાર કાબૂમાં ન હોય તો એટલું નુકસાન નથી જેટલું નુકસાન ક્રોધ કાબૂમાં ન હોવાથી થાય છે. ક્રોધને કાબૂમાં લેવાનો અકસીર ઈલાજ આ જ છે કે - કડવા, તીખા ખરાબ શબ્દો ન બોલો ! 309