________________ નથી જ કરવો. ચપ્પલ ચોરનાર પકડાઈ જાય તો તેને મેથીપાક ચખાડવાની ભૂલ નથી કરવી. મેથીપાક ખાધા પછી ચપ્પલ ચોરને સુધરવાની ભાવના જાગે તેના કરતાં તેને ક્ષમા બક્ષશો તો તેમાં તેને સુધરવાની ભાવના વધુ જાગશે. સજા કરતાં ક્ષમા હંમેશા વધુ બળવાન જ બનતી આવી છે. પણ શ્રદ્ધા હોવી જોઈએ. ક્ષમા અવશ્ય સામેવાળાના દિલને પલટાવશે. હા ! ક્ષમા સાચા અંતઃકરણપૂર્વકની હોવી જરૂરી છે. કટોકટીના કોઈક સંજોગો એવા સર્જાઈ જાય છે કે જેમાં આખા જીવનની સાધનાનું સરવૈયું નીકળી જાય છે. અકસ્માત જેવા કટોકટીના પ્રસંગોમાં પણ જો વૈરની વસૂલાત કરવાને બદલે ક્ષમાની સૌરભ ફેલાવવાનું મન થતું હોય તો માનવું કે જિનશાસનમાં જન્મ મળ્યાનો કંઈક અર્થ સર્યો. બાકી જો વૈરની વસૂલાત કરવાના જ ભાવ જાગતા હોય તો દેહથી ભલે જૈનશાસનમાં જન્મ મળી ગયો પણ, વાસ્તવમાં જૈનશાસનથી ઘણા દૂર થઈ જવાય છે. ધર્મરુચિ અણગારની જેમ માસક્ષમણના પારણે કડવી તુંબડીનું શાક વહોરાવનાર પ્રત્યે પણ દ્વેષ-દુર્ભાવ પ્રગટાવવાનો નથી જ. પરંતુ ઉપકાર કરવા જતા ડંખ મારી દેનાર સર્પ પ્રત્યે પણ ક્ષમાભાવ જ કેળવવાનો છે. જેમ પૂર્વના મહાપુરુષોએ બધે આ ફ્લાવર પોલિસી જ અપનાવી છે. તેમ સહુ સાથે પ્રેમાળ વ્યવહાર કરવા દ્વારા આ ફલાવર પોલિસી અપનાવવામાં આવે તો જ સુખી થવાની શક્યતા છે. બાકી ક્રોધ રૂપી આગની ભઠ્ઠીમાં સેકાતા રહીને ઠંડકનો અનુભવ કદાપિ થવાનો નથી. સામેવાળાની ભૂલ હોવા છતાં પ્રેમાળ વ્યવહાર કરવાથી જ સામેવાળી વ્યક્તિને સુધારવા માટેની તક મળે છે. શક્ય છે કે કદાચ તે સુધરે નહીં. તો પણ તેનું મંગલ ઈચ્છવાથી તેની સાથે પ્રેમાળ વ્યવહાર કરનાર તો ચોક્કસ સુધરી જ જાય છે - એ તો નિશ્ચિત વાત છે. માટે “મને મારનારનું પણ મંગલ થાઓ - આવી ભાવના જેટલી દૃઢ રીતે, પ્રયોગાત્મક ધોરણે અપનાવવામાં આવે તેટલા તેના સારા પડઘા અવશ્ય સાંભળવા મળશે. સારા માણસો અને 146