Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 424
________________ થઈ ગયા છીએ. તો શા માટે કોઈને દુશ્મન માનવા ? 50 | -60 વર્ષની જીંદગીમાં દુશ્મનાવટ પેદા કરીને કરવું છે શું ? પ્રત્યેક પળ હાથમાંથી જતી દેખાય તો જ આ માનવભવની ખરી કિંમત સમજાય. મોત તો દરેક સમયે તમારા દરવાજાને ખટખટાવતું ઊભું જ છે. કયે સમયે એ તમને પકડી લેશે તે કશું જ કહી શકાતું નથી. તો પછી શા માટે કોઈની સાથે વેરની ગાંઠ બાંધી પરભવ અને આ ભવ બન્નેને બગાડવા. શાંતસુધારસકાર આ જ વાતને મસ્ત શબ્દોમાં રજૂ કરી રહ્યા છે. कियद्दिनस्थायिनि जीवितेऽस्मिन्, किं खिद्यते वैरिधिया परस्मिन् ? મતલબ કે હે મનવા ! ચાર દિ’ની ચાંદની જેવી આ જીંદગી છે. કેટલાક દિવસો આ માનવભવના મળ્યા છે. એ આ દુર્લભ દિવસોમાં બીજા ઉપર દુશ્મનની બુદ્ધિ કરી શા માટે ખેદ પામે છે ? બીજાને દુશ્મન માની શા માટે ખેદ, ઉદ્વેગ કરે છે ? આ જગતમાં કોઈ મારું દુશ્મન નથી, સહુ મારા મિત્રો જ છે - આ ભાવનાને ભાવ! મારું અપમાન કરનારા, મને અન્યાય કરનારા સહુ મારા દોસ્ત જ છે - આવી બુદ્ધિ અંતરથી ઉત્પન્ન કરી ક્ષમા કેળવ તો કંઈક કલ્યાણ થશે. ટૂંકમાં, આ “રીવર” પોલિસી એટલું જ કહે છે કે - “નદીમાં જે પાણી વહી ગયું તે પાછું આવવાનું નથી. તેમ જે દિવસો અને પળો વહી જાય છે, તે પાછી આવવાની નથી, પ્રત્યેક ક્ષણો કિંમતી છે. એ પળોમાં શા માટે કોઈને પ્રત્યે દુશ્મનની બુદ્ધિ પેદા કરી એ પળોને તું ? નિરર્થક બનાવે છે ? મૈત્રી અને ક્ષમા કેળવવામાં જ ક્ષણોનું સાર્થક્ય છે.” રીવર' પોલિસીનો આ સંદેશો ખળખળ વહેતા પાણી જેવું નિર્મળ મન બનાવશે કે જેમાં ક્રોધની કલુષિતતા પ્રવેશેલી ન હોય, . ક્ષમાની નિર્મળતા જ સર્વત્ર વ્યાપ્ત હોય !!! 405

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434