________________ કેસેટમાંથી ખરાબ-ઘોઘરો અવાજ સંભળાય ત્યારે ગુસ્સો આવે અને કેસેટ તોડી નાંખો, ટેપ તોડી નાંખો - એવું બને ? ન બને. કારણ એ જ કે તમે સમજો છો - કેસેટ તો નિર્દોષ છે. જે એના ઉપર રેકોર્ડીંગ થયેલું હોય તે જ સંભળાય છે. ટેપ પણ નિર્દોષ છે. જેની કેસેટ મૂકી હોય તે જ સંભળાય છે. “જો મેં ખરાબ-ઘોઘરો અવાજ રેકર્ડ કર્યો હશે તો કેસેટના માધ્યમે તે જ અવાજ મારે સાંભળવો પડવાનો છે.” આવી શ્રદ્ધા જેટલી છે તેટલી શ્રદ્ધા જ્યારે દુઃખ, દર્દ આવે ત્યારે ટકાવવાની છે. જેટલા દુઃખ-દર્દો જીવનમાં આવે છે તે બધાં તમે જ પૂર્વે રેકર્ડ કરેલા છે. બહારના નિમિત્ત બનનારા જીવો તો કેસેટ જેવા છે. તેમના ઉપર ગુસ્સો કરવાનો લેશ પણ અધિકાર તમને નથી. કારણ કે તે નિર્દોષ છે. જે વાંક છે તે ખુદ તમારો પોતાનો છે. તમે પોતે તેવું રેકર્ડ કર્યું છે. માટે, આવી કેસેટ સાંભળવી પડે છે. જ્યારે પણ દુઃખ-દર્દ આવે ત્યારે આ કેસેટ પોલિસી વિચારી મનને શાંત બનાવવું. જ્યારે પોતે કરેલું રેકોર્ડીંગ જ કેસેટના કે સીડીના માધ્યમે પોતે સાંભળી રહેલ હોય તો તેમાં કેસેટનો કે સીડીનો વાંક શો ? પોતે જ કરેલ પૂર્વભવના દુષ્કતનું 188