________________ હા ! તેના પ્રત્યે અસદ્ભાવ નથી પ્રગટાવવાનો, કિન્તુ તેના સ્વભાવને લક્ષમાં રાખી તેનાથી દૂર રહેવાની પ્રવૃત્તિ તો અવશ્ય કરવાની જ છે. અકલ્યાણમિત્રના સંગને છોડવાની વાત શાસ્ત્રકારોએ કરી જ છે ને ! તેવા પ્રકારની વ્યક્તિઓને ઓળખી સમજી તેનાથી દૂર રહેવામાં જ કલ્યાણ છે. આ વાત સમજી રાખવી જોઈએ. જો આખી દુનિયાને આપણે દિલમાં સમાવવી હશે તો ક્રોધને દૂર કરવો પડશે. અને જો ક્રોધને દૂર કરવો હોય તો કિપ ડીસ્ટન્સ પોલિસી અપનાવી તેવી તેવી વ્યક્તિઓ સાથે અંતર રાખે જ છૂટકો. તેના ઉપર ગુસ્સો ન કરીને તેની ભૂલ સમજવા માટે તેને તક આપવી જોઈએ. ટૂંકમાં કીપ ડીસ્ટન્સ’ પોલિસી એટલું જ કહે છે કે - “જેના જેના સાન્નિધ્યમાં તમારા ક્રોધને કાબૂમાં લેવું કઠીન થઈ પડતું હોય તે તે વ્યક્તિ કે વસ્તુથી અંતર રાખો. પછી તે વાચિક હોય કે ભૌગોલિક, ક્રોધમાં ધરખમ ઘટાડો થઈને જ રહેશે.” ક્રોધ એ એસિડ છે જે, જ્યાં છંટાય ત્યાં જેટલું નુકસાન કરશે તેનાથી વધુ જે બોટલમાં છે તેને નુકસાન કરશે. - માર્કેટપ્લેન 166