________________ છતાં સામેવાળાએ તે સાંભળ્યા જ ન હોવાથી તે ગુસ્સામાંથી બચી જાય. પણ, એ કડવામાં કડવા શબ્દો બોલનાર માટે તો ભયંકર નુકસાનનું સર્જન થઈ જ ગયું ! કડવા શબ્દો ક્રોધની ગાડીને આગળ ધપાવનારું પેટ્રોલ છે. પેટ્રોલ જેટલું ઘટાડશો તેટલી ગાડી ધીમી પડશે, ઓછો વખત ચાલશે. જેટલું પેટ્રોલ વધારે પૂરશો તેટલો ગાડીનો પાવર' પણ વધી જશે. જો પેટ્રોલ પૂરવાનું બંધ જ કરી દેશો તો આખરે ગાડી પણ બંધ થઈને જ રહેશે. ક્રોધને કાઢવા માટેનો આ રામબાણ ઈલાજ છે. ટૂંકમાં, આ પોલિસીમાં તમને ક્રોધની છૂટ છે. પણ કડવા શબ્દોની નહીં. આ ત્રીજી પદ્ધતિ થઈ, ક્રોધને અંદરથી જ નબળો પાડી દેવાની. (4) ચોથી પદ્ધતિ છે - સમયને લંબાવવાનું બંધ કરી દો! પ્રા ? ક્રોધને હંમેશા પોતાનો સમય લંબાવવામાં રસ હોય છે. છોકરો જોગ-સંજોગે નાપાસ થયો. તમે તેને સુધારવા ઠપકો પણ આપ્યો - ‘તું આખો દિવસ રખડી ખાય છે. ભણવું કશું નથી. પછી પાસ થાય તેવી રીતે ?' અહીં સુધીનું બધું કદાચ ક્ષમ્ય ગણી લઈએ. પણ, ખરી મુશ્કેલી હવે એ જ સર્જાય છે કે ભવિષ્યમાં અવસર હોય કે ન હોય, તેનો વાંક હોય કે ન હોય તો પણ તમે તેને સંભળાવ્યા વિના રહેશો નહીં. દીકરાને વારે તહેવારે તમારા મોઢામાંથી નાપાસ થવા અંગેનો ગુસ્સો સાંભળવો પડશે. આ સંક્લિષ્ટ ચિત્તપરિણતિની નિશાની છે. સામેવાળા માટે એક પૂર્વગ્રહ તમારા મનમાં બંધાઈ જાય છે. જે ભૂલ જ્યારે થઈ ત્યારે તે માટે કોઈ વ્યક્તિને ખખડાવી દીધા પછી વારેવારે તેને તે બાબત યાદ કરાવવાની કોઈ જરૂરત હોતી નથી. તમે કરેલો ગુસ્સો તમારા અંતરમાં ઘણા લાંબા સમય સુધી અો જમાવીને બેઠો હોય છે. એટલે જ વારે તહેવારે તે પોતાનો પ્રતાપ દેખાડતો રહે છે. ક્રોધની આગ તમે સળગતી રાખો છો તે જ મોટી ભૂલ છે. તેના જ કારણે ક્રોધ વધુ ને વધુ બળવાન થતો જાય છે. ક્રોધ તરફ તિરસ્કાર ભરી દૃષ્ટિ રાખશો. દીર્ઘજીવી ક્રોધ ભયંકર નુકસાનકારી છે' - તેવી દૃષ્ટિ રાખશો તો જ ક્રોધનો જરૂર પૂરતો આશરો લઈ તેને છોડી શકશો. સળગતા મકાનમાં ફાયરબ્રિગેડના માણસો માત્ર કામ પૂરતો જ 285