________________ જોઈ પોતે માંડ માંડ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો. મનમાં તો એને ઘણું ય થતું હતું. ગુરુ મહારાજ પણ ગામના લોકોનો સ્વભાવ ઓળખી ગયા. ત્યાંથી તરત જ શિષ્ય સાથે તે આગળ નીકળી ગયા. નવું ગામ હજુ થોડું દૂર હતું. રસ્તે ચાલતા-ચાલતા પણ શિષ્યના મનમાં એ જ ગડમથલ ચાલી રહી હતી. આ ગામના લોકોને કંઈક બતાવી દીધું હોય તો ખબર પડે કે સાધુ-સંતોને ગાળો આપવાનું પરિણામ શું આવે ? મનમાં ને મનમાં તે ગામના લોકોને બે ચાર ચોપડાવતો ચોપડાવતો શિષ્ય નવા ગામે પહોંચી ગયો. નવા ગામના લોકો ભારે આસ્તિક હતા. પાસેના ગામના નાસ્તિક લોકોના પ્રતાપે આજુબાજુના ગામોમાં પણ સંતપુરુષોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. ઘણાં વખતે ગામમાં કોઈક સંત પધાર્યા હતા. ગામના લોકો ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા. સાધુ-સંતો ઉપર અનહદ આદર ધરાવતા ગામના લોકોએ સંતપુરુષને તથા તેમના શિષ્યને ખૂબ જ આદર -બહુમાનપૂર્વક સન્માન આપ્યું, આવકાર આપ્યો. આગ્રહભરી વિનંતી કરી કે, “મહાત્મા ! અમને લાભ આપ્યા વિના હવે તમે અહીંથી આગળ જઈ નહીં શકો.” સંતપુરુષે પણ તેમની ભાવના જોઈ તેમની વિનંતી સ્વીકારી. એ ગામમાં જ રાત્રિરોકાણ-ભિક્ષા વગેરે કરે છે. ગામના લોકોએ ખૂબ જ ઉત્તમ દ્રવ્યોથી-ઉત્તમ ભાવથી ભક્તિ કરી. બન્ને મહાત્માએ ભરપેટ ભોજન કર્યું. ઈચ્છા ન હોવા છતાં ભરપેટ વાપરવું પડ્યું. કારણ કે લોકોનો આગ્રહ જ એવો હતો. - સંતપુરુષે સહુને ઉપદેશ પણ આપ્યો. લોકો પણ ઉપદેશ સાંભળી ખૂબ જ રાજી થયા. સંતપુરુષની પ્રશંસા પણ કરી. આમ, સવારના થઈ ચૂકેલા ખરાબ પ્રસંગને બાદ કરતા આખો દિવસ ખૂબ જ આનંદથી પસાર થયો. રાત ત્યાં રોકાઈ બીજે દિવસે સવારે સંતપુરુષ અને એમનો શિષ્ય આગળ વધ્યા. શિષ્યના મનમાં હજુ પહેલું ગામ ભૂલાતું નથી. એ લોકોએ ઉચ્ચારેલા શબ્દો કાળજામાં ભોંકાય છે. સંતપુરુષ અને શિષ્ય થોડા આગળ ચાલ્યા કે રસ્તામાં નવું ગામ આવ્યું. 201