________________ પણ, પછી થોડા સમય બાદ જેવી તક મળશે કે તમે પરદોષદર્શન કર્યા | વિના રહેશો નહીં! માટે, તેની મૂળથી સફાઈ થવી જરૂરી છે. કદાચ સહજતઃ - સ્વાભાવિક રીતે કોઈનો દોષ દેખાઈ જાય તો પણ તેના પ્રત્યે દુર્ભાવ ન જ પ્રગટવો જોઈએ, અંતરના એક પણ ખૂણામાં તેના પ્રત્યે છાનો પૂર્વગ્રહ કે દ્વેષ ન જ પ્રગટવો જોઈએ. આ બાબતની ખાસ તકેદારી લેવી અનિવાર્ય છે. આ ખૂબ જ કપરી વાત છે. માટે, મુખ્ય રસ્તો અને સહેલો રસ્તો એ જ છે કે તમે તમારી પરદોષદર્શનની ખામીને જ સુધારી લો. તમારી દૃષ્ટિને જ એવી રીતે કેળવી લો કે દોષના દર્શન તમારા દ્વારા થઈ જ ન શકે. કોઈકના તમને ગુણ જ દેખાય, દોષ ન જ દેખાય ! પરદોષદર્શનને કાઢવા માટે રોજ સવાર-સાંજ આત્મનિરીક્ષણ કરવું - “આજે શું મેં કોઈની નિંદા કરી ? શું કોઈના પ્રત્યે મને અણગમો જાગ્યો ? શું કોઈનો ઝીણો પણ દોષ શોધવાની મેં પ્રવૃત્તિ કરી ? કોઈએ મારી ભૂલ કાઢી તો શું તે જ ભૂલ સામેવાળામાં શોધવાની પ્રવૃત્તિ મેં કરી ?' - આવા પ્રશ્નો ખુદ તમારા આત્માને ઠોકી ઠોકીને પૂછજો. દરેકે દરેક પ્રવૃત્તિને ગંભીરતાથી ફેંદજો. આત્માના ખૂણે ખૂણામાં તપાસ કરી લેજો. ક્યાંય પણ, ઊંડે ઊંડે પણ દોષને જોવાની, દુશ્મનની પણ ખામી શોધવાની વૃત્તિ પડેલી તો નથી ને ? આ પરદોષદર્શનની ખામી જો એક વાર નીકળી ગઈ તો પછી_ ક્રોધ ઉપર કાબૂ મેળવવો ખૂબ જ સરળ થઈ પડશે ! ક્રોધ તો પછી ચપટી વારમાં ખલાસ થઈ જશે. પણ, પારકા દોષદર્શન ઉપર જો લાલ આંખ નહીં કરી તો ક્રોધ અંદર ઘૂસી ગયા વિના રહેશે નહીં. કરે ? ટૂંકમાં, આ 'નો એન્ટ્રી પોલિસી એટલું જ કહેવા માંગે છે. કે - “જ્યારે ક્રોધ દોષદર્શન દ્વારા આત્મામાં પ્રવેશવા મથામણ કરે ત્યારે જ તેને નો એન્ટ્રી' કહી દો ! અંદર પ્રવેશ જ અટકાવી દો. બાકી ! ઊંટ અદર અને આરબ બહાર, તેવી જ રીતે ક્રોધ અંદર, ક્ષમા બહાર ! પછી તો દોષ, દુર્ગતિ, દુઃખની પરંપરા તૈયાર જ છે !" ચલો ! તો ક્રોધને શરૂઆતથી જ ડામવાના પ્રયત્નમાં લાગી જઈએ ! 339