________________ જીભમાં સુગર ફેક્ટરી જ્યાં સુધી નહીં ખૂલે ત્યાં સુધી તમે જ્યાં જશો ત્યાં હોળી જ સર્જાશે. પણ, જો જીભમાં સુગર ફેકટરી ખોલી દીધી તો જ્યાં જશો ત્યાં દિવાળીનું સર્જન થયા વિના રહેશે નહીં. જો જીવનમાં બધે ઉકળાટભર્યું - અજંપાભર્યું જ વાતાવરણ અનુભવાતું હોય તો બીજા કોઈને દોષ આપતા પહેલાં તટસ્થ રીતે પોતાની જાતનું નિરીક્ષણ કરી લેજો કે ક્યાંક મેં જીભમાં ખોલેલી મરચાની ફેક્ટરીનું તો આ કાર્ય નથી ને ?' એક વાર તો આનો પ્રયોગ કરવા જેવો છે. ઘરમાં કે બહાર બધે જીભમાં સુગર ફેક્ટરી ખોલી દો. માત્ર મીઠા શબ્દો જ બોલવાના શરૂ કરો. પછી બધું મધુર-મધુર અનુભવાશે. ઘરમાં સ્વર્ગનું સર્જન થશે. દિવાળીનું સર્જન થશે. ખરેખર તો અત્યાર સુધી જીભમાંથી દઝાડતા શબ્દો જ નીકળી રહેલા હતા. માટે ઘરમાં અશાંતિ હતી. હવે ફક્ત જીભમાંથી જો ઠારતા શબ્દો નીકળવા લાગે તો સર્વત્ર શાંતિ-પ્રસન્નતા ફેલાયા વિના રહે નહીં. હવે તો નક્કી કરી જ લેજો કે, આ પળ પછી જે પણ શબ્દ મોઢામાંથી નીકળશે તેની સામે સાકર પણ ફિક્કી લાગશે ! મીઠું ખાવાનું ઓછું, પણ બોલવાનું વધારે. મીઠું એટલે બે રીતે ય મીઠું. ખાંડથી પણ વસ્તુ મીઠી થાય અને નમકને પણ મીઠું કહેવાય. ટૂંકમાં, ગળી અને ખારી બન્ને પ્રકારની ચીજનો = મીઠાઈ અને ફરસાણનો ત્યાગ કરી દો ! એ બન્નેનો ખોરાકમાંથી નિકાલ કરી દો અને જીભમાં મીઠાશને સ્થાન આપી દો. પછી જુઓ કે તન અને મન બન્નેનું આરોગ્ય કેવું જળવાઈ રહે છે ! અત્યાર સુધી ઊંધું કર્યું છે. જીભની મીઠાશ, આપણા શબ્દો - આ બધાની અસર ગજબનાક હોય છે. એક વસ્તુ યાદ રાખી લેવા જેવી છે કે સામેવાળાના ભાવ પલટવાની તાકાત આપણા શબ્દોમાં રહેલી છે. સામેવાળો નબળો વ્યવહાર કરે છે તેની પાછળ આપણા નબળા શબ્દો તો કારણરૂપ નથી ને ? - તે ખાસ વિચારી લેવું. “નમૂનમન્ત્ર-તત્રં વશીકરો મથુરવદનY” - આ સુભાષિતને જીવનમાં ઉતારી લેવા જેવું છે. મંત્ર, 312