________________ ત્યાંના લોકોએ પણ એકી અવાજે સંતપુરુષને ઉષ્માભર્યો આવકાર આપ્યો. પધારો, પધારો' કહી શિષ્ય અને સંતપુરુષ ઉભયનું અભિવાદન કર્યું. ગયા ગામમાં અપેક્ષા કરતા વધુ રોકાણ થઈ ગયું હોવાથી સંતપુરુષની રોકાવાની ઈચ્છા હતી નહીં. છતાં ગામલોકોના નિર્દોષ અને આગ્રહપૂર્ણ આવકારને ઠેલવાનું સંતપુરુષને ઉચિત ન લાગ્યું. થોડા સમય માટે રોકાણ કર્યું. સહુને ઉપદેશ આપ્યો. ગઈ કાલે ભરપેટ ભોજન કર્યું હોવાથી આ ગામમાં મીઠાઈ વગેરે કશું જ ન લીધું. સાદું ભોજન કરી તેઓ આગળ નીકળી ગયા. શિષ્યના મનમાં એક ગડમથલ ચાલી રહી હતી. “આ ગામના લોકો આપણા ભક્ત છે. તો તેમના માધ્યમે પહેલા ગામના લોકોને શિક્ષા કરાવી હોય તો કેમ ? બેટા ! કોઈ પણ સાધુને પરેશાન કરવાની ખો ભૂલી જાય. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.” એમ પહેલા ગામના લોકોને સબક શીખવવાના ખ્યાલમાં શિષ્ય રાચી રહ્યો હતો. એના મનમાં એમ કે ગુરુદેવ જ ગામના માણસોને વાત કરશે, પરિસ્થિતિ જણાવશે. પણ, કોઈ વ્યક્તિની આગળ ગુરુદેવે તે અંગે એક હરફ પણ ન ઉચ્ચાર્યો માટે, શિષ્યના મનમાં ચટપટી ઉપડી હતી. ગુરુદેવને કેવી રીતે વાત કરવી ? તેના જ વિચાર તે કરી રહ્યો હતો. ગુરુ મહારાજને પણ શિષ્યના મનમાં શી ગડમથલ ચાલી રહેલ છે ? - તે જણાઈ ગયું હતું. માટે, તેમણે જ વાતની શરૂઆત કરી. “કેમ વત્સ ! આ ધરતીમાં આતિથ્ય સત્કારની ભાવના ખૂબ જ સારી લાગે છે. બે ગામોમાં લોકોએ કેવી અજબ સત્કાર આપણો કર્યો ! ધન્ય છે એમની સંતો પ્રત્યેની આસ્થાને !" શિષ્ય આ તકને ઝડપી લીધી. એમણે ગુરુદેવને જવાબ વાળ્યો. ‘ગુરુદેવ ! બે ગામવાળાએ તો આતિથ્ય જોરદાર કર્યું. પણ જે પહેલું ગામ આવ્યું, તે યાદ છે ? તેના લોકો કેવા નાસ્તિક છે? હજુ તેમની અનાર્ય વાણી મને યાદ આવે છે અને મને કંઈનું કંઈ થઈ જાય છે. કેટલા ખોટા દોષારોપણ તેઓએ કર્યા હતા !" શિષ્યને છેલ્લા બે ગામના સારા લોકોની કથા કરવા કરતાં પહેલા ગામના લોકોની કથા કરવામાં 202