________________ ગમે તે પ્રસંગો આવે, મારે ક્ષમા રાખવી જ છે. ક્ષમા એ મારો પ્રાણ બની જશે, જીવન બની જશે.” પછી જુઓ, શો આનંદ તમારા જીવનમાં આવે છે. જીવન તમને જીવવા જેવું લાગશે. શેરબજાર પોલિસીના ત્રીજા મુદ્દાનો ટૂંકસાર એટલો જ નીકળ્યો - ક્રોધરૂપી શેરના ડિવિડન્ડમાં ઝેર જ છે. ક્ષમા અમૃત આપે છે. હવે, ઝેર નહીં, અમૃતને ચાખી જુઓ.” ઝેર નવપલ્લવિતને મૂરઝાવી નાંખનાર છે. અમૃત મૂરઝાયેલાને નવપલ્લવિત કરનાર છે. વિશ્વાસ નથી ? કરી જુઓ અખતરો. હા ! પહેલો અખતરો ક્ષમા ઉપર કરજો. પછી ક્રોધ કરવો ગમશે જ નહીં. તમારી સમૃદ્ધિનું માપ એ છે કે કેટલા લોકો તમને ચાહે છે. તમારી સમજણનું માપ એ છે કે તમે કેટલા લોકોને ચાહો છો. - કૃષ્ણકાંત ઉનડકટ.