________________ બોલાચાલીમાંથી બેફામ ગાળાગાળી ઉપર તે બન્ને બહેનો પહોંચી ગઈ. વાત છેલ્લે મારામારી ઉપર પહોંચી. આખરે બીજી બહેનોએ વચ્ચે પડી માંડ-માંડ ઝઘડો શાંત કર્યો. બન્ને બહેનોનો ધમધમાટ લગીરે ઓછો થતો નથી. પેલા બહેન ધમધમાટમાં જ ઘરે પાછા આવ્યા. મગજ હજુ એટલું જ ગુસ્સામાં હતું. સામેવાળા બહેને ઉચ્ચારેલા શબ્દોનું વધુને વધુ જોરમાં માનસિક પ્રતિવિધાન હજુ ચાલુ જ હતું. ક્રોધની આગને સળગતી રાખવામાં આ જ વિચારધારા પેટ્રોલનું કામ કરતી હતી. ઘરે આવી જોયું. સમય ઘણો વહી જવાને કારણે દીકરો રડી રહ્યો હતો. માએ તરત જ દીકરાને ધવડાવવા લીધો. મા તો એ જ વિચારોમાં ખોવાયેલી છે. ક્રોધની આગ ભડભડતી જ છે. 10 મિનિટ વીતી ગઈ. બહેન પોતાના વિચારમાં ગુલતાન છે. પોતે અત્યારે શું કરે છે ? - તેનું પણ ભાન પોતાના મગજમાં નથી. અચાનક પોતાના બાળક તરફ બેનની નજર ગઈ. બાળક લેશ પણ હલનચલન કરતું ન હતું. શરીર આખું ઠંડુ પડી ગયું હતું. બેન ગભરાયા. તરત જ હોસ્પિટલમાં ડોક્ટર પાસે લઈ ગયા. પણ, સમય ઘણો વીતી ગયો હતો. બાજી ડોક્ટરોના હાથમાં પણ રહી ન હતી. ડોક્ટરોના મોઢામાંથી જ્યારે બેનને 'Sorry..' આ સમાચાર જાણવાસાંભળવા મળ્યા ત્યારે બેનના માથે તો જાણે આભ તૂટી પડ્યું. પોતાનો એકનો એક લાડલો દીકરો ગુમાવવાનું દુઃખ કેમે કરી સહ્યું જતું ન હતું. બહેને ખિન્ન વદને ડોક્ટરને પૂછ્યું - “પણ, આવું થયું શી રીતે ?" ડોક્ટરે કીધું - “શરીર આખું લીલું કાચ જેવું થઈ ગયું છે. કોઈ ઉગ્ર ઝેરની અસરથી આવું થયું હોવું જોઈએ.” ઝેર ! પણ, ઝેર એના શરીરમાં આવે ક્યાંથી ? છેક સુધી તો રમતો હતો. મેં ધવડાવવા લીધો અને દસેક મિનિટમાં જ તેની આવી હાલત થઈ ગઈ.” આપ એને ધવડાવતા હતા અને આવું બન્યું ?" 36