________________ તો જ મરી પરવારશે. ગુસ્સો અંદરથી ખોખલો થઈ જશે. અને પછી ચોક્કસ એવો સપરમો દિવસ આવશે કે જ્યારે ગુસ્સા ઉપર તમે વિજય પ્રાપ્ત કરી દીધો હશે. આ રીતે ક્રોધનો મિત્ર મોટો અવાજ ન આવે તેની સાવધાની રાખીને ક્રોધને ખોખલો કરી દઈએ.. (3) ક્રોધને ખોખલો કરવાની ત્રીજી પદ્ધતિ - શબ્દો મીઠા બોલો. ક્રોધને હંમેશા કડવા શબ્દો સાથે દોસ્તી હોય છે. ક્રોધનું મહત્તમ નુકસાન આ કડવા શબ્દોને આભારી છે. જેમ જેમ તમે કડવા શબ્દો વધુ ને વધુ બોલતા જશો તેમ તેમ ગુસ્સો પણ ગુણાંકમાં વધતો જશે, કડવા શબ્દો તો ગુસ્સાના જિગરજાન દોસ્તો છે. જો ગુસ્સામાંથી કડવા શબ્દો કાઢી શક્યા તો સમજી રાખો કે ગુસ્સો પણ તમે જીતી જ ગયા. પછી ગુસ્સાને જીતવો તમારા માટે કઠિન નહીં હોય. ક્રોધ જ્યારે પણ આવે ત્યારે તમે શબ્દો કડવા-તીખા-દઝાડી દે તેવા જ બોલો છો. પરિણામે ક્રોધ બલવત્તર થતો જાય છે. તથા કડવા શબ્દોના પ્રતાપે તમે કરેલો ક્રોધ સામેવાળાને ભયંકર આઘાત આપી જાય છે. કડવા શબ્દો બોલવાના બંધ કરી દો તો ક્રોધ પાંગળો છે. પછી તો તેણે ઘટે જ છૂટકો ! ક્રોધમાં જો કડવા શબ્દો ન બોલો, મીઠા શબ્દો બોલવાનું રાખો તો કેટલી હદનો ફેરફાર થઈ જાય ? તે તમે વિચારી પણ નહીં શકો. તમે જે વાત કહેવા માંગો છો તે જ વાત કહેવી. પણ, તેના શબ્દો મીઠા રાખવા. ઘણી વાર ગુસ્સામાં તમે બોલતા હો છો કે - ‘તારા બાપને ય જોઈ લઈશ !" આ વાક્ય આવેશને સૂચવનારું પણ છે અને આવેશને વધારનારું પણ છે. આની જગ્યાએ સમાનાર્થી આ જ વાક્ય બોલો કે “આપના પૂજ્ય પિતાશ્રીના પણ દર્શન કરી લઈશ.” પ્રાયઃ સમાનાર્થી બે વાક્ય હોવા છતાં બન્ને વચ્ચે કેટલો તફાવત છે ? શું આ વાક્ય બોલીને તમે ગુસ્સો કરી શકશો ? ગુસ્સાને કાઢવા માટેનો આ રામબાણ ઈલાજ છે કે ગુસ્સાના શબ્દો મીઠા કરી દો! તમે પણ ચોકલેટ ખાધા વિના જ મીઠા થઈ જાવ. “કુછ મીઠે હો જાએં.” ઘણી વાર તો એવું જોવા મળે કે કડવામાં કડવા શબ્દો હોવા 284