________________ અનાદિ કાળથી આપણા સહુની નબળી કડી એવા ક્રોધને દૂર કરી દેવા માટેની, નષ્ટ કરી દેવાની પોલિસીઓ આપણે વિચારી રહ્યા છીએ. તેમાં પાંચમી પોલિસી તરીકે એગ્રીકલ્ચર પોલિસી ગોઠવાયેલ છે. એગ્રીકલ્ચર એટલે ખેતી. ખેડૂતની પાસે વાવવાની બાબતમાં સ્વતંત્રતા છે, લણવાની બાબતમાં નહીં. વાવણી કોની કરવી - બાવળની કે આંબાની ? - એ ખેડૂતના હાથમાં છે. પણ, બાવળ વાવ્યા પછી “અહીં આંબો કેમ ન ઊગ્યો ?' આવું પૂછવાનો તે અધિકારી રહેતો નથી. બાવળ વાવ્યો હશે તો બાવળના કાંટા ખાવા પડશે. આંબો વાવ્યો હશે તો રસ ઝરતી કેરી ખાવા મળે. પણ, મુખ્ય આધાર તો વાવણી શેની કરવામાં આવે છે ? તેના ઉપર છે. બીજ જો બાવળનું વાવ્યું છે તો બાવળ જ મળવાનો છે અને ઉગવાનો છે. જો ગોટલી વાવી છે તો આંબો ઉગ્યા વિના રહેવાનો નથી. આટલી સ્પષ્ટ સમજણ ખેડૂત પાસે છે. માટે, ખેડૂત ક્યારેય પણ બીજ વાવવામાં થાપ ખાતો નથી. બીજ બાવળનું વાવ્યા પછી આંબો કેમ ન ઊગ્યો ?' આવા રોદણાં રડનારો મૂર્ખ છે. બસ, 40