________________ ' છે કરી દસ લાખનું મકાન દલાલ વેચી આપે ત્યારે તમે 1% લેખે દલાલને દસ હજાર રૂપિયા ચૂકવો ને ? આ દલાલીના દસ હજાર રૂપિયા હસતા હસતા ચૂકવો કે રડતા રડતા ? હસતા-હસતા જ ને ? કારણ કે તમે સમજો છો કે “વગર મહેનતે, મોં માગ્યા ભાવમાં, સમયસર મકાન વેચાઈ જવાથી દસ લાખ રૂપિયાએ દસેક હજાર રૂપિયા તો દલાલી ખાતે માંડવાના જ હોય. તથા દસ હજાર રૂપિયા ભલે ગયા, સામે 9 લાખ 90 હજાર રૂપિયા મળ્યા પણ ખરા ને ?' માટે, તમારા દિલમાં દસ હજાર ગયાનો અફસોસ નથી. પણ 9 લાખ 90 હજાર સમયસર મળ્યા તેનો આનંદ છે. લોકો સાથેના, સ્વજનો સાથેના, ઘરાકો સાથેના વ્યવહારમાં આ પોલિસી અજમાવવાની ખૂબ જ આવશ્યકતા છે. સામેવાળી વ્યક્તિ સાથે 25 વખત વ્યવહાર કરવામાં આવે ત્યારે તે ર૫ માંથી બે થી ત્રણ વ્યવહાર નબળા હોય તેવી શક્યતા પૂરેપૂરી છે. આવા બે થી ત્રણ નબળા વ્યવહારને નજર અંદાજ કરવાના, તેને દલાલી ખાતે માંડી દેવાના અને બાકીના રર થી ર૩ સારા પ્રસંગોને યાદ રાખી મનની પ્રસન્નતાને અકબંધ રાખવી. આ જ છે દલાલી પોલિસીનો સાર ! 207