________________ દેવામાં કે તેને ચૂપ કરી દેવામાં નથી. પણ, તેણે કીધેલા કડવા શબ્દોને પણ સાંભળી લેવામાં છે. આ એક વાક્ય ગોખી રાખવા જેવું છે - કમ જોર, ગુસ્સા બહોત'. જ્યારે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે વિચારી લેવું કે - આ મારી કમજોરી છે, કાયરતા છે. ભારેખમ પ્રસંગોને પણ હળવાશથી લઈ મારે મારી સમાધિ, સદ્ગતિ અને સિદ્ધિ સાચવી લેવી છે. પ્રેમ-પ્રસન્નતાને પાંગરવા દેવી છે - આવો નિર્ણય કરી દો. જેને વધુ પડતું મહત્ત્વ આપવા જેવું નથી, તેને વધુ પડતું મહત્ત્વ આપી બેસીએ એટલે પરિણામમાં ક્રોધ આવ્યા વિના રહે નહીં. “મારી પુણ્યની મૂડીને ખતમ કરવાનું કામ મારે ક્રોધના પનારે પડી કરવું નથી” - આવા પ્રકારની ઉત્તમ અને ઉદાત્ત ભાવના પ્રગટે ખરી ? સોક્રેટીસની પત્ની ટાપી અત્યંત ઝઘડાખોર, ભારે કજિયાળુ. છતાં સોક્રેટીસ મસ્તીથી તેની સાથે દિવસો ગાળતા હતા. જીવનની ભારેખમ એવી આ બાબતને પણ તે હળવાશથી લેતા શીખી ગયા હતા. એક વાર એક ભાઈ સોક્રેટીસને મળવા આવ્યા. સોક્રેટીસ પોતાના અંગત જીવનથી કંટાળી ચૂકેલ છે કે નહીં ? તે તેમને જાણવું હતું. આમ તો એ ભાઈને નિશ્ચય જ હતો કે હું થોડી વાત કરીશ કે તરત જ સોક્રેટીસ મને પોતાની પત્નીના કજિયાળા સ્વભાવ વિશે જણાવ્યા વિના નહીં રહે. એટલે એ માણસે થોડી આડી અવળી વાત કરી પ્રશ્ન કર્યો. મારે જીવનમાં ખરેખર સુખી થવું છે. તો હું લગ્ન કરું કે નહીં ? લગ્ન કરીને હું સુખી થઈ શકીશ ?" પેલા માણસને એમ કે હવે સોક્રેટીસ તરત જ મને કહેશે કે - “અલ્યા ભાઈ ! લગ્ન કદી કરતો નહીં, જીવતર ઝેર થઈ જશે. કોઈક એવી પત્ની આવી જશે કે તારું જીવન ખેદાન મેદાન થઈ જશે. મારો જ દાખલો લે ને...' આમ કહી પોતાના જીવનના ઢગલાબંધ પ્રસંગો મને કહી દેશે. પણ, સોક્રેટીસે તો એ ભાઈની ભાવનાથી તદ્દન જુદો જ જવાબ આપ્યો, “ચોક્કસ ! લગ્ન કરવાથી કંઈ તમે દુઃખી થઈ જવાના નથી.” 154