________________ છે. રોજે રોજ નાની નાની બાબતોમાં સખત રીતે ઠપકો આપવાનું ચાલુ કે જ છે. એમાં નાના દીકરાના લગ્ન થયા. ઘરમાં નવી વહુનું આગમન થયું. આવનારી નવી વહુ શ્રીમંત ઘરની હતી. એટલે હવે તો નાની વહુની ભૂલમાં પણ ઠપકો મોટી વહુને જ પડવા લાગ્યો. પણ, મોટી વહ શાસનને પામેલી છે. આ પરિસ્થિતિમાં તે “જે થાય તે સારા માટે !" આ પોલિસી જ અપનાવે છે. બાકી આવી પરિસ્થિતિમાં મન શાંત રહે - તે અઘરું અને કપરું છે. મોટી વહુએ પોતાની વિચારસરણી જ જુદી રીતે ઘડી હતી. હંમેશા એ ગુણગ્રાહી દૃષ્ટિને જ અપનાવતી. મોટી વહુ વિચારે છે કે - “સારું છે, સાસુમા મને જ ખખડાવે છે. હું તો સમજું છું. પણ, આ નવી વહુને કદાચ લાગી આવે તો નુકસાન ભારે થાય. એના ભાવ પડી જાય.” આવી કપરી પરિસ્થિતિમાં પણ આવી ઉત્તમ વિચારધારા ટકાવી રાખનારને કોણ દુઃખી કરી શકવાનું છે ? પરંતુ વાત આટલેથી જ અટકી ન હતી. હવે તો નવી આવેલી વહુ પણ મોટી વહુને ખખડાવવા લાગી. દેરાણીનો રોફ પ્રતિદિન વધતો જ ચાલ્યો. સાસુમાનો તો ત્રાસ હતો જ. ઉપરમાં દેરાણીના મેણાટોણા પણ પાર વિનાના થવા લાગ્યા. સાસુમાને તો જાણે એ કશું દેખાતું જ નથી. છતાં જેઠાણીએ પોતાની સુંદર વિચારધારા છોડી નહીં. એની વિચારધારા વધુ ને વધુ ઉચ્ચ શિખરોને આંબવા લાગી. “ખરેખર ! ભગવાનની વાત 100% સત્ય છે. ભગવાને કીધું જ છે કે સંસાર અસાર છે, તેમાં પડવા જેવું નથી. માત્ર થોડા વાસનાના સુખ ખાતર સંસાર માંડી બેઠી અને 8 વર્ષે દીક્ષા લેવાની પ્રભુની આજ્ઞા ન પાળી તેના પ્રતાપે આ પ્રસંગો ઊભા થાય છે. પ્રભુની આજ્ઞા ઉત્થાપી એની સજા પણ થવાની જ ને ! અને સારું છે કે આવા પ્રસંગો થાય છે તો મને કંઈક વૈરાગ્યભાવ પણ પ્રગટે છે ! આખરે પાપોદયમાં જ મારા જેવાને વૈરાગ્ય પ્રગટતો હોય છે. જો સતત પુણ્યોદયમાં જ રમતી હોત તો સંસારના આ વરવા સ્વરૂપનું ભાન મને થાત કેવી રીતે ? મારે તો આ પરિસ્થિતિમાં મારા વૈરાગ્યભાવને પુષ્ટ કરી આ સંસારને 299