________________ જો નોકર ઉપર ગુસ્સો ન કરીને પુણ્ય સાચવ્યું હશે તો 25 ઘરાક દુકાનમાં આવશે. એક વાત યાદ રાખજો કે નોકર-પત્ની-પરિવાર તમને નથી સાચવતા. પણ, તમારું પુણ્ય જ તમને સાચવે છે. આવું પુણ્ય મળે છે જિનાજ્ઞાના પાલનથી. સંસાર દાવાનળ જેવો હોવા છતાં અત્યારે તમે દાહનો બિલકુલ અનુભવ નથી કરતા. એર-કંડીશન જેવી ઠંડકને તમે સંસારમાં અનુભવો છો તેની પાછળ કારણ તરીકે તમારું પુણ્ય જ ગોઠવાયેલ છે. તથા પુણ્ય આજ્ઞાપાલનથી જ પ્રાપ્ત થાય છે. જો ગુસ્સો કરશો, મગજને કલુષિત કરશો તો સ્પષ્ટ છે કે ભગવાનની આજ્ઞાનું ઉત્થાપન થશે. જો આજ્ઞાપાલન જીવનમાં નહીં હોય તો પુણ્ય બચે તેવી શક્યતા નથી. પરિણામ એ જ આવશે કે સોહામણો લાગતો સંસાર બિહામણો લાગ્યા વિના રહેશે નહીં. કોઈ પણ કુટુંબનો કે દુકાનનો માણસ ભૂલ કરે, સમયસર કામ ન કરે ત્યારે તેના વ્યવહારને દલાલી ખાતે નાંખી એને પોતાની ભૂલનું સંવેદન થાય તે માટે તક આપો. કદાચ તેને પશ્ચાત્તાપ જાગી જાય અને પોતાની મેળે જ સુધરી જાય. અને આ સુધારો જો આવે તે દીર્ઘકાલીન અને ચિરસ્થાયી બની રહેશે. સમજો કે કદાચ નોકરને પશ્ચાત્તાપ ન જાગ્યો, તે તેવો ને તેવો જ રહ્યો તો પણ દલાલી ખાતે તેના બે ચાર ખરાબ વ્યવહારને માંડી વાળવા દ્વારા ઉપશમગુણ તો તમને આત્મસાત્ થઈને જ રહેશે, અઢળક કર્મનિર્જરા પણ દૂર નહીં હોય. પ્રશ્ન એ જ છે કે આ લાભ જોવાની દૃષ્ટિ આપણી પાસે ખરી ? ભૌતિક લાભ પણ ઉપશમભાવથી જ થશે. નોકર ઉપર જો ઉપશમભાવ કેળવ્યો હશે તો પુણ્ય એવું બંધાશે કે દુકાનમાં 10 ઘરાક આવતા હશે તેની જગ્યાએ ર૫ ઘરાક આવશે. આ જ વાત મગજમાં નોંધી રાખો કે “મારા પુણ્યના આધારે જ આખું મારું જીવન ચાલવાનું છે. તો ઉપશમભાવ કેળવીને મારે મારું પુણ્ય જ શા માટે વધારી ન દેવું ?' મૂળ વાત એટલી જ છે કે અંદરમાં ક્રોધ કાઢવા માટેનો દઢ નિશ્ચય કરવો રહ્યો. અને તે માટે બધાં દુર્વ્યવહારને કદાચ અવગણી ન શકો, ભૂલી ન શકો તો પણ બે-ચાર નબળા વ્યવહારને તો ભૂલવાની તૈયારી રાખવી જ રહી. 213