________________ “વોશરમેન' પોલિસી અલગારી જેવા દેખાતા એક મહાત્મા નગરના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. લોકો તેમને પથરા મારતા. કોઈ એમને ગાળો આપતું... છતાં આ બધાં અપમાનો સહન કરીને પણ મહાત્મા તો પ્રસન્ન જ દેખાતા હતા. આ રોજીંદો ક્રમ હતો. કોઈ કહેતું કે - આ મને વિધવા બનાવી દેનાર પાપિયો છે. વળી, કોઈ કહેતું કે - આ મને નબાપો બનાવી દેનાર હત્યારો છે... આવા આક્ષેપો ઠેર -ઠેર થતા હતા. એ મહાત્મા આવા પ્રકારના શબ્દો જેવા કાનમાં પડે કે તરત જ પોતાના સ્થાને પાછા ફરતા અને કાઉસગધ્યાને લાગી જતા. પોતાની હત્યારા તરીકેની પૂર્વ જીંદગીમાં જે કોઈ પણ દોષો સેવ્યા છે, તેનું સ્મરણ કોઈ કરાવે કે સ્વયં થઈ જાય તો તે દિવસે ચોવિહારો ઉપવાસ કરવાનો - આવો અભિગ્રહ આ મહાત્માએ ધાર્યો હતો. આવા અભિગ્રહને ધારણ કરે દિવસો વીતી ગયા હતા. પણ, હજુ અન્નનો કે પાણીનો દાણો સુદ્ધાં મોઢામાં ગયો ન હતો. પણ, મહાત્મા પ્રસન્ન હતા. સમજતા હતા કે “કપડા જેટલા વધારે મેલા તેટલા ધોકા વધારે મારવા પડે. ધોકા મારનાર ધોબી કપડાનો દુશ્મન નથી. એ તો કપડાનો મેલ કાઢવા દ્વારા કપડાનો મિત્ર જ છે. તેમ આ સહુ 362