________________ જો હવે ના પાડે તો બદનામી ભયંકર થાય અને આપતા જીવ ચાલે તેમ ન હતો. ઘણી ગડમથલ મગજમાં ચાલતી હતી. અચાનક શેઠાણીની નજર ઘરમાં જ એક ખૂણામાં રખડતી અતિમલી સાડી તરફ ગઈ. અને તેમણે એ સાડી લઈ સ્વયંસેવકોના હાથમાં આપી દીધી. સ્વયંસેવકોના મોઢા ઉતરી ગયા. ઘણી આશા રાખી હતી. છતાં મન મનાવીને તેઓ ઊઠ્યા. કારણ કે હવે અહીં કશું પણ કહેવું વ્યર્થ હતું. કદાચ કોઈક કટોકટીના પ્રસંગમાં આ સાડી કામમાં આવી જાય - તેમ સમજી તે સાડી તેમણે સાચવી રાખી. જ્યારે વસ્તુઓની તીવ્ર અછત વરતાતી હોય ત્યારે તો ક્યારેક હલકી વસ્તુ પણ આશીર્વાદરૂપ બની જતી હોય છે. આ બાજુ પૂર ઘટવાના બદલે વધતું જ જતું હતું. ધીરેધીરે એ પૂરના પાણી ઊંચાઈવાળા વિસ્તારને પણ ડૂબાડતા ગયા. આ શેઠાણીના બંગલાનો વારો પણ આવી ગયો. પૂરના પાણીએ તેમના ઘરમાં તબાહી કરી મૂકી. કશું બચાવવા જાય તે પહેલાં તો બધું તણાઈ ગયું. હવે તો જાન બચાવવો ભારે પડી જાય તેમ હતું. સ્વયંસેવકોની સહાયથી માંડ માંડ બચ્યા અને માત્ર પહેરેલ કપડે શેઠાણી આશ્રમમાં પહોંચી ગયા. પોતાનું ઘર સૌથી છેલ્લે ડૂળ્યું હતું. માટે, પોતાના પહેલા આખું ગામ આશ્રમમાં ઠલવાઈ ચૂક્યું હતું. વસ્તુઓ બધી વપરાઈ ચૂકી હતી. ખાસ તો પોતે જે કપડા પહેર્યા હતા તે ગંદા પાણીથી લથબથ થઈ ચૂક્યા હતા. અને ઘણી જગ્યાએ તાર વગેરેમાં ભરાઈ જવાથી ફાટી પણ ગયા હતા. એટલે પોતાને કપડાની અનિવાર્યતા હતી. તેમણે પોતાની પરિસ્થિતિ સ્વયંસેવકોને વર્ણવી, કપડાં આપવા વિનંતી કરી. આ સ્વયંસેવકો તો બહેને કરેલા દુર્વ્યવહારને જાણતા પણ ન હતા અને બહેનને ઓળખતા પણ ન હતા. તેઓને મન તો આશ્રમમાં આવેલ દરેક સભ્ય માનવ હતો, માન આપવા પાત્ર હતો. એટલે જ બહેનની વિકટ પરિસ્થિતિ જોઈ તેઓએ પણ આખો 48