________________ આડોશી-પાડોશી પણ કંટાળી ગયા હતા. આડોશી-પાડોશીની વહુઓને સ્વાભાવિક રીતે વહુ પ્રત્યે સહાનુભૂતિ રહેતી. જ્યારે સાસુઓની સહાનુભૂતિ સાસુ પ્રત્યે ઢળતી. ઘણી વાર આડોશી-પાડોશીની વસ્તુઓ ભેગી થઈ સાસુની જમાતનું ખાંડતી, એક બીજાના અનુભવોની આપ -લે કરતી. એક વાર વહુઓની આવી જ જમાત ભરાઈ હતી. આડા અવળા ટોળટપ્પા મારતા મારતા અચાનક એક પાડોશીને યાદ આવ્યું અને એણે તરત જ પેલી વહુને વાત કરી. ‘અલી ! તને ખબર છે કે આપણા ગામમાં ખૂબ જ ચમત્કારિક સંત પુરુષ આવ્યા છે. તે બધાની મનોકામના પૂરી કરી આપે છે. તું એમના શરણે જ જા. કદાચ તારું પણ દુઃખ દૂર થઈ જાય. સંતનો પ્રભાવ બહુ અજબ -ગજબનો છે.” પેલી વહુ તો સાસુમાના ત્રાસથી ભારે કંટાળી ગઈ હતી. ડૂબતો નર તરણું ઝાલે' એ ન્યાયે સાસુના ત્રાસથી બચવા ‘પથ્થર એટલા પૂજે દેવ' કરવા પણ તૈયાર હતી. આ બીજે જ દિવસે એ વહુ સંત પાસે પહોંચી ગઈ. થોડા ઘણા ભક્તો સંતને મળવા માટે બેઠા હતા. થોડી વારમાં બધાં વીખેરાઈ ગયા એટલે આ વહુએ સંતપુરુષને વાત કરી - “સ્વામીજી ! મારો ઉદ્ધાર કરો. હું ખૂબ જ દુઃખિયારી બાઈ છું. ગમે તેમ કરી આ નરકમાંથી મારો ઉદ્ધાર કરો. રૌરવ નરકમાં પહોંચી જવું પોસાશે. પણ હવે આ રીતે જીવન વેઢારવાનું હરગીઝ નહીં પોસાય. પ્લીઝ સ્વામીજી ! મને ઉગારી લો.” બહેન ! તમને તકલીફ શું છે ? એ તો કહો.” સ્વામીજી ! મારી હેડંબા જેવી સાસુનું સહુથી મોટું દુઃખ છે. આ દુઃખમાંથી મારો છૂટકારો કરી આપો.” ‘પણ, તમારે સાસુ સાથે તકલીફ શું થાય છે ?' સ્વામીજી ! મારી સાસુમાના ત્રાસની તો શું વાત કરું ? કાળો કેર વર્તાવી દીધો છે. આખો દિવસ ઝઘડામાં જ પૂરો થઈ જાય છે. મારી કોઈ ભૂલ ન હોય છતાં મારી ઉપર ત્રાટકી પડે છે. પછી તો શું બોલે ? શું બોલે ? મારાથી સાંભળ્યું ન જાય, તેવું તેવું બોલે. હું તો જીવતી સળગી જાઉં છું.” 161