________________ હાશકારો થાય કે ન થાય ? એનો મતલબ શો કે મકાન બળે છે તેનાથી દુઃખ તમને નથી, પણ “મારું મકાન બળે છે તેનાથી તમને દુઃખ છે, બરાબર ને ! શેઠ પણ આ જ સ્વાર્થવૃત્તિમાં ઝીલતા હતા. તમાશો જોતા શેઠ ઉભા હતા ત્યાં જ દીકરો રઘવાયો રઘવાયો આવ્યો - પપ્પા ! આમ શું તમાશો જોયે રાખો છો ? જલદી આગ બુઝાવો ને ! કરોડો રૂપિયાનું નુકસાન થાય છે ?' અલ્યા ! જોતો નથી કેવો થાક લાગ્યો છે ?' ‘પણ પપ્પા ! આ શું થાક ખાવાનો સમય છે ?' ‘પણ, તારા પેટમાં શું દુઃખે છે ?' ‘કેમ ન દુઃખે ? આ મકાન બળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થશે.” કેમ ? બંગલો તો વેચી નાંખ્યો છે ને ?' ના, કાલે જ બાનાખત કંસલ થયું છે.' હવે શેઠની હાલત શું થાય ? આ આખો ટુચકો એટલું જ જણાવે છે કે માણસ પ્રતિકૂળ પરિસ્થિતિથી દુઃખી નથી. પણ, મારાપણાંની, મમત્વની બુદ્ધિ માણસને દુઃખી કરે છે. મકાન બળે છે - આ પ્રતિકૂળ પરિસ્થિતિ છે. એ દુઃખી નથી કરતી. પણ “આ મારું મકાન બળે છે' - આવી મમત્વની બુદ્ધિથી જ માણસ દુઃખી થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ બદલવી એ તમારા હાથની વાત નથી. પણ, મમત્વની બુદ્ધિ દૂર કરવી એ તો તમારા હાથની વાત છે. જો તે મમત્વની બુદ્ધિ જ તમે દૂર કરી દીધી તો પછી તમને દુઃખી કરવાની તાકાત કોઈની નથી અને સુખી થતા અટકાવવાની પણ તાકાત કોઈની નથી. કર્મસત્તા પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. પણ, માન્યતાની બાબતમાં દખલગીરી તે કરતી નથી. મતલબ કે તમારી કહેવાતી વસ્તુને બાળવા વગેરેનું તે કરી શકે છે. પણ, તમે જાગ્રત હો તો 87