________________ વસ્તુ તોડનાર શાશ્વત ચેતનતત્ત્વ ઉપર તમે ગુસ્સે થઈ જાઓ છો. પરિણામે તમારે ત્યાં લાંબા સમય સુધી સેવા આપનાર એ માણસનું હૃદય તૂટી જાય છે. સામેવાળી વ્યક્તિએ વસ્તુ તોડીતમે તેનું હૃદય તોડી નાંખ્યું. વધુ મોટો ગુનો કોનો ? વસ્તુ મોંઘી કે હૃદય ? જો “ગુસ્સો કરવા દ્વારા સામેવાળી વ્યક્તિ કરતાં તમે પોતે વધુ ગુનેગાર ઠરો છો' - આ વાત મગજમાં ફીટ થયેલ હોય તો કદાપિ સજ્જન વ્યક્તિ ગુસ્સે થઈ શકે નહીં. રકાબી વહૂથી તૂટે ત્યારે સાસુમા રાડારાડ કરી મૂકે છે. પણ, તે રકાબી પોતાના હાથે જ તૂટે તો ? દેરાણીના હાથે રસોઈ બગડે ત્યારે જેઠાણી શોર મચાવે છે. પરંતુ પોતાના જ હાથે રસોઈ બગડે તો? દરેકની મનઃસ્થિતિ આવા પ્રકારની જ લગભગ હોય છે. પોતાના હાથે થઈ જતી ભૂલને પોતે ક્ષમ્ય ગણે છે, તેની સાથે કોમ્પ્રોમાઈઝ' કરવા, સમાધાન કરવા, “આવું તો થઈ જાય, આમાં શું મોટી ભૂલ થઈ ગઈ ?' - આ રીતે પોતાનો બચાવ કરવા તૈયાર હોય છે. પણ, એ જ ભૂલ જ્યારે બીજા દ્વારા થાય ત્યારે તેને ક્ષમ્ય ગણવા એ બિલકુલ તૈયાર નથી. તે વખતે પુદ્ગલદ્રવ્યના સડન-ગલન-પતન-વિધ્વંસન સ્વભાવનું તત્ત્વજ્ઞાન ભૂલાઈ જાય છે. આ વિચિત્ર મનોદશામાંથી મુક્ત થવાની તાકીદે જરૂરત છે. દરેક ચીજવસ્તુ પોતાની સાથે પોતાના મૃત્યુની તારીખ લખાઈને જ આવી હોય છે. તો પછી તેના મૃત્યુ સાથે, તેના નાદ સાથે શોક શા માટે ? તેનો નાશ કરનાર વ્યક્તિ ઉપર ગુસ્સો શા માટે ? વસ્તુનો નાશ કરનાર પણ વસ્તુની અવસ્થા જ બદલી શકે છે. મૂળ વસ્તુ તો એની એ જ છે ! આ બધું તત્ત્વજ્ઞાન પોલિસી શીખવે છે. દીકરો ઉઘરાણી લેવા જાય અને ઉઘરાણી લીધા વિના પાછો આવે તો તમને લાગે કે તેનામાં આવડત જ નથી. અને મનોમન એવું નક્કી કરી તેના ઉપર ગુસ્સો ય કરી લો. જ્યારે તમે પોતે ઉઘરાણી લીધા વિના પાછા આવો ત્યારે રૂપિયા દબાવી દેનારનો જ વાંક દેખાય. નથી લાગતું કે આવી વિચિત્ર મનોદશાને કારણે જ અત્યાર સુધી 358