________________ આપણી જાતને કર્મની આગમાંથી નીચે ઉતારતા જઈએ તેમ તેમ આપણને શીતળતા મળતી જાય, ઉકળાટ શમતો જાય. જો આપણે આત્માને કષાયની આગમાંથી છૂટકારો અપાવવામાં સફળ થઈ ગયા તો અવશ્ય આપણને શીતળતા પ્રાપ્ત થાય. આત્માને જે અત્યારે ગુસ્સાનો ઉકળાટ સહન કરવો પડે છે તેનું પણ મૂળ કારણ આ કર્મ જ છે. કર્મ એક એવી ભયંકર આગ છે કે જેમાં આપણા ક્ષમાદિ ગુણો સળગી રહ્યા છે. જેમ શીત પ્રદેશમાં વસતા માણસને ઉકળાટથી ભરેલા વાતાવરણમાં કે ઉનાળાના દિવસોમાં સહારાના રણમાં મૂકી આવો અને જે ત્રાસ, રીબામણ, ઉકળાટ તે અનુભવે, તેનાથી પણ વધુ ત્રાસ, રીબામણ અને ઉકળાટનો સામનો આપણો આત્મા એટલે કે ખુદ આપણે કરી રહ્યા છીએ. કારણ કે આપણે મૂળ રહેવાસી હિમપ્રદેશના છીએ અને અત્યારે તો કષાયોના ઉકળાટ સિવાય એ આત્માને કશું જ મળતું નથી. પછી થાય શું ? છતાં આપણા આત્માની વ્યથાને કાને ધર્યા વિના વધુ ને વધુ કષાયની આગ પેટાવતા જ જઈએ છીએ. શું આ શોભે ? આ અનાદિ કાળથી રખડપટ્ટી શેને આભારી છે ? રાડ નંખાવી દેતા નરકના દુઃખો સહેવાના આવ્યા, કોના પ્રતાપે ? તિર્યંચ ગતિના જાલિમ કષ્ટો લલાટે લખાયા, કોના પ્રભાવે ? નિગોદની ભયાનક વેદનાઓ સહન કરવાની આવી, કોના વાંકે ? કર્મના સંયોગના વાંકે જ, કષાયોની આગના પ્રભાવે જ આ બધું સહેવાનું આવ્યું છે. જેવો આ કષાયોની આગથી છુટકારો મળશે કે આ બધાં દુઃખો કે કષ્ટોની શું તાકાત કે નજીક પણ ફરકી શકે ? લુહાર જેમ ઠંડા લોખંડને ન પીટે. ગરમ તપેલા ધગધગતા લોખંડને, લાલચોળ થઈ ચૂકેલા લોખંડને જ ટીપે. મતલબ કે જ્યાં સુધી લોખંડમાં આગે પ્રવેશ કર્યો નથી, ત્યાં સુધી લોખંડ ટીપાવાના કે પીટાવાના દુઃખથી મુક્ત છે અને શાંતિ તેને હાથવગી છે. પણ, જેવો લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય છે, મતલબ કે લોખંડ અગ્નિને સ્વીકારે છે તેની સાથે જ તે ભયંકર ઉકળાટ અનુભવે છે અને ટીપાવાના, 56