________________ ખેતીના ક્ષેત્રની આ સમજણ જો જીવનના ક્ષેત્રે આવી જાય તો ક્રોધ ઉપર કાબૂ મેળવવો ખૂબ સહેલો છે. કારણ કે જ્યારે તમારું અપમાન થાય છે, તમારી વાતને ઝાઝી દરકાર નથી આપવામાં આવતી, ઘરાક પેમેન્ટ આપવામાં કાયમ ગલ્લાતલ્લા જ કરે છે, પત્ની-પુત્ર-પરિવારને પણ તમારી કોઈ કદર નથી હોતી, કોઈ જિગરજાન મિત્ર તમારું અપમાન કરે છે, તમારી સાથે વિશ્વાસઘાત કરે છે તે વખતે તે તે વ્યક્તિ દોષિત નથી, તે તે વ્યક્તિ ઉપર ગુસ્સો કરવાનું પ્રયોજન નથી. કારણ કે તમે ગયા ભવોમાં જે વાવીને આવ્યા છો તે જ ઊગી રહ્યું છે. જો ગયા ભવોમાં તમે આવા કર્મો ન બાંધ્યા હોત તો કોની તાકાત છે કે તમને હેરાન કરી શકે ? પૂર્વેના ભવોમાં બી વાવવાની બાબતમાં થાપ ખાઈ ગયા છો. માટે આ ભવમાં આ મુશ્કેલીઓ સર્જાય છે. બાવળના બી વાવ્યા પછી એમાંથી બાવળ જ ઊગવાનો છે. એના કાંટા પણ પછી અનિવાર્યપણે સહેવાના જ છે. એટલે કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે ત્યારે સમજી રાખવાનું કે “ગયા ભવમાં કોઈની સાથે ખરાબ વ્યવહાર કરી મેં જે બાવળનું બી વાવ્યું હતું તેમાંથી હવે બાવળ ઉગી ગયો છે, એનો જ તો આ એક કાંટો છે. મેં જ વાવ્યું છે તો પછી એના રોદણાં શું રડવાનાં, એમાં ગુસ્સે શું થવાનું ?' જેણે ગયા ભવમાં આંબા વાવ્યા છે, તેની સાથે કોઈ દુષ્ટવ્યવહાર કરી શકવાનું નથી. માટે, સામેવાળો તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેમાં વાંક તેનો નથી, તમારો પોતાનો, તમે વાવેલા કર્મનો છે. તો પછી ગુસ્સો કોના પ્રત્યે હોવો જોઈએ ? - સામેવાળી વ્યક્તિ ઉપર કે પોતાની જાત ઉપર ? ખેડૂત બીજ વાવવામાં થાપ ખાઈ જાય પછી કાંટો વાગે તો કાંટા ઉપર ગુસ્સો કરે કે પોતાની જાત ઉપર ? વાંક કોનો ? કાંટાનો કે ખુદ ખેડૂતનો ? જે સમજણ ત્યાં છે તે સમજણ ધર્મના ક્ષેત્રે લાવી દેવાની જરૂરત છે. “અન્યાયના બીજને મેં વાવ્યા છે. સામેવાળી વ્યક્તિ 41