________________ જેવા કારણસર શેઠ વ્યાખ્યાનમાં મોડા આવે તે તેમને માનવા જેવું ન લાગ્યું. છતાં જ્યારે શેઠ પોતે જ કહી રહ્યા હતા ત્યારે માનવા ન માનવાની વાત ગૌણ થઈ જતી હતી. આચાર્ય મહારાજે શેઠને થોડી હિતશિક્ષા આપી કે - “તમારા જેવા આવા કારણસર વ્યાખ્યાનમાં મોડા આવતા થશે તો તો થઈ રહ્યું ! મહેમાન તો આવે ને જાય. તેમાં વ્યાખ્યાન થોડું છોડાય ?' “સારું ! હવેથી ખ્યાલ રાખીશ' - આટલું કહી શેઠે ચર્ચા સમેટી લીધી. શેઠ ગયા પછી સંઘના જ એક ભાઈ આચાર્ય મહારાજને વાત કરવા આવ્યા. એમણે જે વાત કરી તે સાંભળી આચાર્ય મહારાજ પણ સ્તબ્ધ થઈ ગયા. તે ભાઈએ વાત કરી કે - “આચાર્ય ભગવંત ! આ માકુ શેઠ પણ ગજબના છે. આપને ખ્યાલમાં છે કે કેવી ગોઝારી ઘટના ઘટી ગઈ છે ? આ માકુ શેઠનો જુવાનજોધ દીકરો આજે વહેલી સવારે અવસાન પામી ગયો. તેની સ્મશાનયાત્રા થોડી વાર પહેલા જ પતી. જેવી એ પતી કે તરત જ શેઠ વ્યાખ્યાન શ્રવણ માટે આવી પહોંચ્યા ! ખરેખર ! આવા ધાર્મિક શ્રાવક તો આ પહેલવહેલા જ જોયા !" આ સાંભળીને આચાર્ય મહારાજને ‘મહેમાનને વળાવવા ગયો હતો' - આ વાક્યનો સાચો તાત્પર્યાર્થ પકડાયો. સમાધિમાં સદા રમમાણ રહેવા માટેની આ ખૂબ જ ઉત્તમ વિચારધારા છે. ઘરમાં, દુકાનમાં સર્વત્ર તમે મહેમાન છો, માલિક નથી. પરિવારના પ્રત્યેક સભ્યો પણ મહેમાન જ છે. દુનિયામાં આવનારી દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ મહેમાન છે, ક્ષણસ્થાયી છે. કિંચિત્કાલસ્થાયી છે. આવનારું કોઈ શાશ્વત નથી - આ વિચારધારા અપનાવવાનું આ મહેમાન પોલિસી કહી રહી છે. - ઘરમાં મહેમાન આવ્યા હોય, 2-4 દિવસમાં તે ચાલ્યા જાય, તેનો આઘાત કેટલો હોય ? કારણ કે તમે સમજો છો કે આ મહેમાન જ હતા. માટે આજે નહીં તો કાલે ટૂંકા રોકાણ બાદ તે ચાલ્યા જ જવાના હતા. એવી જ રીતે દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ - પછી તે 236