________________ મૂર્ખામી તમે નથી કરતા, તો પછી અહીં શા માટે કાયમ હલકી ચીજની જ ખરીદી કર્યે રાખો છો ? “ઊંચે લોગ, ઊંચી પસંદ' - આ સૂત્ર ધર્મક્ષેત્રે | આત્મક્ષેત્રે કેમ લાગુ પાડતા નથી ? તમે જે ગાળ ખરીદો છો તે મફતમાં નથી મળતી. ગાળની ખરીદી કરતાંની સાથે જ અઢળક પુણ્યની મૂડી તમારે ખર્ચવી પડે છે. એમને એમ તમે ગાળ ખરીદી શકતા નથી. અને આટલી કિંમત ચૂકવ્યા પછી પણ ગાળની ખરીદી જીવને નુકસાનકારી જ સાબિત થાય છે. ગાળ-અપમાન જેવી ચીજવસ્તુઓ તો કર્મસત્તા મફતમાં આપે તો યે લેવા જેવી નથી. તો પછી પુણ્ય આપીને તેને ખરીદવાની ભૂલ શાને કરવી ? એક તો માલ હલકો, જાતને નુકસાનકારી, કિંમત આકરી... આવી વસ્તુની ખરીદીમાં કયો પ્રાજ્ઞ માણસ રસ ધરાવે ? જો સામેવાળાના દુર્વ્યવહાર, અપમાન વગેરેની અસર મન ઉપર લેવાની છોડીએ તો અવશ્ય ક્રોધ ઉપર કાબૂ મેળવવામાં કામિયાબી મળશે. (c) ટૂંકમાં, પર્સેસીંગ પોલિસી એટલું જ કહે છે - “સામેવાળી વ્યક્તિએ કરેલ અપમાન, કહેલ ગાળ વગેરેને ખરીદવાનું છોડો, તેની અસર ઝીલવાની છોડો. શા માટે તેને ભાર આપી તમારા મનને સંક્ષુબ્ધ કરો છો ? તમે તમારા કાર્યમાં મસ્ત રહો. કોઈએ કરેલા અપમાનને મન ઉપર લઈ તમે જ તેને ભાર આપી રહ્યા છો. એની કોઈ અસર જ નહીં ઝીલો તો સામેવાળાને પણ અપમાન કર્યાનો સંતોષ નહીં વળે. અપમાન કરવાની તેની કુટેવ છૂટશે.” ચલો ! અપનાવીએ આ પોલિસી. મેળવવીએ ક્રોધ ઉપર કાબૂ ! આપણું ઘર બને આબુ ! 206