________________ વિચારી લો તમારી જાત માટે ! કોઈને કૂતરા, બિલાડા જેવા અપશબ્દોથી જો નવાજતા હો તો તે બધાં ભવો તમારા માટે નક્કી ને થઈ રહ્યા છે. મનમાં જે આવે તે બોલે ન રખાય. કંઈક વિચારીને બોલાય. પણ, ક્રોધાંધ માણસ પાસે વિચારણા માટેની સ્વસ્થતા કે સમય જ ક્યાંથી હોય? ફરી-ફરીને લોન પોલિસી આટલું જ કહે છે કે - કર્મસત્તા તમને જે આપે છે તે લોન તરીકે આપે છે. તેનું મીટર બહુ ભારે છે. દુનિયાની નજરે લાગતા નાનકડા પાપની સજા તેના ચોપડે ઘણી ભયાનક હોઈ શકે છે. પાંચ ઈંચના ચીભડાની આખેઆખી અખંડ છાલ ઉતારી અને બોલી ઊઠ્યો - “જુવો ! મેં કેવી સરસ છાલ ઉતારી !" બસ ! કર્મસત્તાને ત્યાં આની ભયાનક સજા નિર્ધારિત થઈ ગઈ. દુનિયાની દૃષ્ટિએ તો કદાચ આ પાપ જ નહીં હોય. પણ, કર્મસત્તા વસૂલાત બરાબર કરે છે. મોક્ષે જવાને હવે કલાક-બેકલાક જેટલી જ વાર છે, ત્યારે કર્મસત્તા જાણે કહે છે - “અરે ભાઈ ! મારું દેવું તેં કરેલું છે. પહેલાં તે ચૂકવ. તેના વિના તને મોક્ષમાં જવા દઉં તો મારું નામ કર્મસત્તા નહીં.” અને કર્મસત્તાએ એ મહાત્માની, તે ભવમાં કોઈ પણ વાંકગુનો કર્યો ન હોવા છતાં, જીવતે જીવતા ચામડી ઉતરાવી. કેવી પરાકાષ્ઠાની વેદના! એ મહામુનિ એટલે જ અંધકમુનિ ! રે કર્મસત્તા ! તારી કેવી જાલિમ સજા! યાદ કરો મહારાજા શ્રેણિકને, “વાહ ! મેં માત્ર એક બાણે બે જીવ માર્યા આટલી અનુમોદના કરી બેઠા. અને 84000 વર્ષ સુધી નરકની જાલિમ વેદના માથે ઠોકી બેસાડી કર્મસત્તાએ, જ્યાં 1 સેકંડની પણ શાંતિ શ્રેણિક મહારાજાને મળી શકે તેમ નથી. હવે નક્કી કરો - “ક્રોધ એ કર્મસત્તા પાસેથી લોનરૂપે મળે છે. એ કર્મસત્તા જાલિમ છે. માટે એની પાસેથી કોઈ લોન મારે લેવી નથી. અને એટલે જ ગુસ્સો પણ મારે કરવો નથી.' 72