________________ ઘણાં લોકો મને પ્રશ્ન કરતા હોય છે કે “જે થોડાં ઘણાં સજ્જન વ્યક્તિ છે, ક્યારેક જ આવેશમાં કે આવેશમાં આવી અનુચિત વ્યવહાર કરનારા છે, જો અમે તેની સાથે પ્રેમથી વ્યવહાર કરીએ, તેના ગુસ્સાને પણ હળવાશથી લઈ લઈએ તો પોતાની ભૂલ તેને સંવેદાય, કંઈક એના મગજમાં ખટકે... આવી વ્યક્તિ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવામાં હજુ અમે મનને તૈયાર કરી શકીએ છીએ. અને એવી વ્યક્તિ સાથેના વ્યવહારમાં જ ટેક ઈટ ઈઝીલી પોલિસીનું કંઈક ફળ દેખાય. બાકી, અમૂક લોકો તો એવા હોય છે કે જે સતત આગનું જ કામ કરનારા હોય છે. એ લોકોની સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવાથી કોઈ મતલબ જ ન સરે ! કોઈની સાથે તેવા પ્રકારનો ઋણાનુબંધ ન પણ હોય કે એ વ્યક્તિને અમારી સાથે બિલકુલ બને જ નહીં. અમે અને એ વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ અમારો સંબંધ ટકે જ નહીં. એની હરકતો જોઈ અમને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. આ પરિસ્થિતિમાં શું કરવું ? એમની સાથે સારો સંબંધ બનાવવાના, સારી રીતે સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવાના તમામ પ્રયાસો નિરર્થક જ નીવડી ચૂક્યા છે, આવા વખતે શું કરવું ? શું જાળવવી પ્રસન્નતાને ?" 159