________________ આપત્તિઓની બૌછાર પ્રભુભક્તિના રસિયા જીવો માટે સો ગ્ર જાય છે. જે પ્રભુથી જુદા છે તેને તકલીફો હેરાન કર્યા નથી. અને જે પ્રભુના શરણે છે, પ્રભુને પકડી બેઠા છે તે બિહામણી એવી પણ તકલીફો સોહામણી થયા વિના રહેતી નથી. કબીરજી પોતાના શિષ્ય કમાલ સાથે એક વાર નગરના મુખ્ય રસ્તા ઉપરથી નીકળતા હોય છે. રસ્તાને અડીને એક ઘરમાં માજી ઘઉંના દાણા ઘંટીમાં પીસી રહ્યા હતા. દાણા આખે આખા અંદર જતા હતા. પણ પીસાઈને, ચૂર-ચૂર થઈને લોટ રૂપે તે બહાર આવતા હતા. આ જોઈ કમાલ તરત જ બોલી ઉઠ્યો - દો પાટન કે બિચમેં, સાબૂત બચા ન કોઈ !" ઓહ ! બિચારા ઘઉંના દાણા ! આવા મહાકાય પડ વચ્ચે પીસાઈ ગયા. એક દાણો પણ સલામત ન રહી શક્યો. ત્યાં જ કબીરજી બોલ્યા - ‘જો કમાલ ! આમાં પણ એક કમાલ છે. અને કબીરજીએ ઘંટીનું પડ ઊંચું કરાવ્યું. બે પડને જોડતો વચ્ચોવચ્ચ એક મોટો ખૂટખીલો હતો. તેની આજુબાજુમાં ઘઉંના દાણા સલામત રીતે-આખે આખા પડ્યા હતા. એ દેખાડી કબીરજીએ કીધું કે - બૂટ પકડ કર જો રહા, પીસ સકા ન કોઈ " જે દાણા ખૂટ પકડીને રહ્યા છે તેને આ મહાકાય પડ પણ પીસી શક્યા નથી. મતલબ સ્પષ્ટ છે કે જે પ્રભુરૂપી ખૂટથી દૂર ગયા તે સંસારના બે મહાકાય પડમાં ચૂર ચૂર થઈ ગયા છે. જે પ્રભુરૂપી ખૂટને પકડીને બેઠા છે તેને આ મહાકાય પડરૂપી સંસાર પણ કશું જ કરી શકે તેમ નથી. રાગ-દ્વેષ રૂપી બે મહાકાય પડ એ જ સંસાર છે. એ પડમાં બધાં પીસાઈ જાય છે. પણ, પ્રભુના ખૂંટને પકડી રાખનાર કદી પીસાતો નથી. હા ! મહાકાય પડ તો એની ઉપર પણ ફરતું જ હોય છે. પણ, તે તેને પીસી શકવા સમર્થ નથી થતું. સુલસાના 32 પુત્રો એક સાથે કર્મસત્તાએ ઝૂંટવી લીધા. 107