________________ શીતળ પાણી ગરમ થઈ જાય છે. ઠારનારું પાણી દાહક અને દઝાડનારું થઈ જાય છે. પાણીનો મૂળભૂત સ્વભાવ શીતળતા હોવા છતાં ગરમી ક્યાંથી આવી ? તમે કહેશો - અગ્નિના સંપર્કથી. જો અગ્નિનો સંપર્ક થયો ન હોત તો પાણીમાં ગરમી આવી ન હોત. એટલે જ અગ્નિનો સંપર્ક નષ્ટ થયા પછી ધીમે-ધીમે આપમેળે પાણી શીત થતું જાય છે. મતલબ સાફ છે - પાણી ગરમ નથી, અગ્નિ અને ગરમ કરે છે. પાણીની ભૂલ એટલી જ છે કે તે અગ્નિના સંપર્કમાં આવે છે. અગ્નિના સંપર્કમાં ન આવનારું પાણી સદા પોતાના સ્વભાવને જાળવી શકે છે. માટે જ પાણી દાહક કે દઝાડનાર નથી. અગ્નિ તેને તેવું બનાવે છે. પાણી મૂળ સ્વભાવે તો ઠારનાર એટલે કે શીતળતા આપનાર છે. બીજાની ગરમી શોષી ઠંડક બક્ષનાર છે. એટલે કે ગેસ ઉપર ચડેલા પણ પાણીનો સ્વભાવ ગરમ નથી, ગરમ લાગે છે. આત્માની પણ આ જ હાલત છે. અત્યંત શીતળ સ્વભાવવાળો પણ આત્મા કર્મના ગેસ ઉપર ગોઠવાઈ ગયેલ છે. કષાયોની આગ સતત એને પ્રજાળી રહી છે. માટે જ, આત્માની શીતળતા તિરોભૂત થઈ ગઈ છે, દબાઈ ગઈ છે અને ઉકળાટ, ગુસ્સો વગેરે આવિર્ભત થયેલ છે, પ્રગટ થયેલ છે, ઉછાળા મારી રહેલ છે. પાણીમાં જેમ શીતળતા જ છે, જે ગરમી આવે છે તે સાંયોગિક છે, સ્વાભાવિક નહીં. તેમ આત્મામાં શીતળતા જ છે. જે ક્રોધ-ગુસ્સો-ઉકળાટ દેખાય છે તે સાંયોગિક છે, કર્મના સંયોગથી પેદા થયેલ છે, સ્વાભાવિક નથી. કર્મના સંપર્કમાં આવવાને કારણે આત્મા સતત અને સખત ઉકળી રહ્યો છે, ઉપરતળ થઈ રહેલ છે. આત્માના પ્રદેશ પ્રદેશ ઉપર -નીચે રમણભમણ કરી રહેલા છે. આનું મૂળભૂત કારણ એ છે કે આત્મા કર્મની આગમાં ઉકળી રહેલ છે. ઉકળી રહેલ પાણી ઉપર -નીચે થયા કરે, સતત ઘૂમ્યા કરે. શાસ્ત્રકારો જણાવી રહ્યા છે કે આત્માના પ્રદેશો ઉકળતા પાણીની જેમ સતત ધૂમી રહ્યા છે. સ્પષ્ટ છે કે એની પાછળનું કારણ આગ જેવા કર્મ જ છે. જેમ જેમ આપણે 55