________________ અબ્રાહમ લિંકન સમજી ગયા કે હવે ધીરજનો અંત આવી ગયો છે. તેમણે કીધું - “ઓહ ! દિલગીર છું. હું સાવ જ ભૂલી ગયો કે મારે એ પત્ર વાંચીને પોસ્ટ કરવાનો હતો. કંઈ નહીં, હવે આજે જ, અત્યારે જ એ પત્ર વાંચી પોસ્ટ કરી દઉં છું. એક કામ કરો ને, એ પત્ર તમે જ મને વાંચી સંભળાવો ને !" આ સાંભળી યુદ્ધમંત્રીને આંચકો લાગ્યો, સંકોચ થયો. કારણ કે પત્રમાં જે ભાષા લખી હતી તે એકદમ હલકટ હતી. લખી તો નાંખી હતી ગુસ્સામાં. પણ હવે અબ્રાહમ લિંકન સામે પોતાના મોઢે કેમ વાંચવી ? પણ, હવે કોઈ ઉપાય ન હતો. તેમણે પત્ર વાંચવાનો શરૂ કર્યો. માંડ-માંડ પત્ર પૂરો કર્યો. અબ્રાહમ લિંકને કીધું કે - “એમણે તમને જે પત્ર લખ્યો હતો તેમાં જે પણ આક્ષેપો તમારા ઉપર મૂક્યા હતા તેમાંથી એક પણ સાચો હતો ?" “ના સર ! સરાસર જૂઠાણું તેમણે ચલાવ્યું હતું. હું પુરાવાથી સાબિત કરી શકું તેમ છું કે એ બધું ગમ્યું છે. સત્ય બિલકુલ નથી. અચ્છા ! તો પછી આ પત્ર જે તમે લખ્યો છે તેમાં લખેલી દરેક વાતના પુરાવા તો તમારી પાસે હાજર જ છે ને ? પુરાવા વિના કશું નથી લખ્યું ને ? જે લખ્યું હોય તે કાઢી નાંખજો. કારણ કે પછી એ પુરાવા મંગાવે તો તમારે ખોટું બોલવાનો/લખવાનો આરોપ સહેવો પડે.” યુદ્ધમંત્રી પાસે દરેક બાબતોના પુરાવા તો હતા નહીં. એટલે એ કશો પ્રતિકાર કરી શક્યા નહીં. જ્યારે ગુસ્સાના ઉભરાના કારણે ઠાલવેલી વિગતો કાઢી નાંખી ફરીથી ટપાલ લઈને આવ્યા ત્યારે ફક્ત બે જ પાના તેમાં બચ્યા હતા. આ બધામાં દિવસો પણ સારા વીતતા જતા હતા. હજુ પણ આ બે પાનામાં ઘણો ગુસ્સો યુદ્ધમંત્રીએ ઠાલવ્યો હતો. અબ્રાહમ લિંકને એમાં બે-ચાર સુધારા કરાવ્યા. અને ટપાલ પેક કરી રાખી મૂકવાનો આદેશ કર્યો. થોડા દિવસો પછી પોસ્ટ કરવાનું કીધું. યુદ્ધમંત્રીએ વાત માની લીધી. આમે ય હવે પહેલાં જેવો ગુસ્સાનો ઉભરો રહ્યો ન હતો. થોડા દિવસો પસાર થઈ ગયા. પછી અબ્રાહમ લિંકને પાછો તે પત્ર ખોલાવ્યો અને વાંચવાનું કીધું. વાંચતા વાંચતા યુદ્ધમંત્રીને પોતાને અમુક શબ્દો 184