________________ આ સમયમાં આવેગને વશ થઈ કર્મો ભેગા કરવા ? જેટલા જૂના કર્મો બાંધ્યા છે તેનો ઉદય જ્યારે જ્યારે પણ આવે છે, ત્યારે ત્યારે મન અસ્વસ્થ થઈ જાય છે, તો હવે નવા કર્મો શા માટે ભેગા કરવા ? “પ્રભુએ જે જોયું તે ખરું - આટલો મંત્ર જીવનમાં અપનાવી દો. ગમે તેવી પરિસ્થિતિમાં આવી પડશો, ગમે તેવી ભીંસમાં આવી પડશો તો પણ "Let God' દ્વારા ભગવાનને તમારો કેસ સોપવાથી માનસિક સ્વસ્થતા અને પ્રસન્નતા અકબંધ જળવાઈ રહેશે. માનસિક પ્રસન્નતા જ તો તમારી એક મૂડી છે. એના આધારે તો માણસ માણસ બની રહે છે. આ પ્રસન્નતાને ગમે તે ભોગે અકબંધ ટકાવી રાખજો. જો અંદરમાં પ્રસન્નતા ખતમ થઈ ગઈ હશે તો બહારની ગમે તેટલી સુખની સામગ્રી તમને કદાપિ સુખ આપી શકશે નહીં. ટૂંકમાં, Let God પોલિસી એટલું જ કહેવા માંગે છે - “ઓ પામર માનવી ! પરમાત્માએ જોયેલી પરિસ્થિતિ જ તારા જીવનમાં નિર્માણ પામી રહી છે. તેમાં કોઈ મીનમેખ નથી. તો પછી શીદને આટલો આકુળ-વ્યાકુળ થાય છે ? તારી ઉપર સર્વસત્તાધીશ જેવા અનેક પરિબળોનો કબજો છે. તેની ઈચ્છાથી વિરુદ્ધ એક ડગલું પણ તારાથી ઉપાડી શકાય નહીં. તું ઉપાડી શકે નહીં. તો પછી શા માટે અપમાન વગેરે જેવી સુલક ચીજોમાં તારી પ્રસન્નતાને ગુમાવી દે છે?” આ સંદેશાને અપનાવી, “પ્રભુએ જે જોયું તે ખરું - આને જ ઉત્તમ મંત્ર માની ક્રોધને કાબૂમાં લેવા સફળતા મળી રહે એ જ ભાવના ! 279