________________ દુર્યોધનને સજ્જન લાગી નહીં. દરેકે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ દોષ દુર્યોધનને મળી ગયા. યુધિષ્ઠિરમાં ય જુગારનો દોષ દેખાયો. સાંજે દ્રોણાચાર્યજી પાસે તે આવ્યો. દ્રોણાચાર્ય પૂછે છે “સજ્જન ક્યાં ?' દુર્યોધને વાત કરી કે - આપની સામે જ હાજર છે. આખી નગરીમાં મારા સિવાય કોઈ સજજન વ્યક્તિ આપને નહીં મળે.' ગુણો માત્ર પોતાના જ જોવા અને દોષો પોતાના સિવાય આખી દુનિયાના જોવા એ દુર્યોધનદૃષ્ટિ છે. જ્યારે દોષો માત્ર પોતાના જ જોવા અને ગુણો પોતાના સિવાય આખા જગતના જોવા એ યુધિષ્ઠિરદષ્ટિ છે. યુધિષ્ઠિરમાં રહેલી સજ્જનતા એને પારકાના દોષો જોવા દેતી નથી અને પોતાના દોષો દેખાડ્યા વિના રહેતી નથી. જ્યારે દુર્યોધનમાં રહેલી દુર્જનતા દુર્યોધનને પોતાના દોષો દેખવા દેતી નથી અને આખા જગતના દોષો દેખાડીને જ રહે છે. જે પોતાના દોષોને અને બીજાના ગુણોને હૃદયથી જોઈ શકે અને સ્વીકારી શકે તે જ ખરેખરો સજ્જન છે. જે પોતાના દોષોને જોઈ શકતો નથી અને પારકાના દોષોને જોયા વિના રહેતો નથી, તે તો દુર્જનનો ય દુર્જન છે. કોઈ જ્યારે તમારું અપમાન કરે, ભૂલ દેખાડે ત્યારે યુધિષ્ઠિરદષ્ટિથી વિચારો કે સામેવાળી વ્યક્તિએ જે અપમાન કર્યું, ભૂલ કાઢી તેમાં તથ્થાંશ છે કે નહીં? સામેવાળી વ્યક્તિએ દેખાડેલી ભૂલ ખરેખર મારામાં છે કે નહીં ? જો કોઈ ભૂલ દેખાડે ત્યારે આટલો વિચાર કરવાની પણ સ્વસ્થતા રાખી શકો તો ગુસ્સા ઉપર કાબૂ આવ્યા વિના નહીં રહે. કદાચ કોઈ ભૂલ દેખાડે ત્યારે ને ત્યારે જ આટલું વિચારવાની સ્વસ્થતા ન રહેતી હોય તો રોજ સવારે અને સાંજે પાંચ-પાંચ મિનિટ આત્મનિરીક્ષણ કરવાનું રાખો. તેમાં તમારી આખી દિનચર્યાને તપાસી જાવ. જેટલી જેટલી વાર પણ તમને ગુસ્સો આવ્યો છે તે દરેકમાં તમારી જવાબદારી કેટલી છે ? તમે કોઈની સાથે અન્યાય તો કરી બેઠા નથી ને ? જો આત્મનિરીક્ષણ કરતાં આવડશે તો ક્યારેક ઘણી મોટી નુકસાનીમાંથી તમે બચી શકશો. એક ખેડૂત અને તેની પત્ની ઘીના ઘડાથી ભરેલાં ગાડા સાથે શહેરમાં આવ્યા. તેઓ ઘી વેચવા માટે આ 261